• રવિવાર, 18 ઑક્ટોબર, 2026

`સર' સામે હવે દેશના કિસાનો મેદાને

નવી દિલ્હી, તા. 17 : સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ વિવિધ કિસાન સંગઠનો 23મી ઓક્ટોબરના મતદાર યાદી સુધારણા (સર)ના વિરોધમાં દિલ્હી ભણી કૂચ કરશે. કિસાનો મતદાર યાદી સુધારણામાં અનિયમિતતાઓને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ્વર કુમારના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ માંગના સમર્થનમાં કિસાનો દેશભરના તમામ જિલ્લા, તાલુકા અને બ્લોક વડા મથકો પર પણ એક સાથે પ્રદર્શન કરશે. સંયુક્ત કિસાન મોરચાના વરિષ્ઠ નેતા અને અખિલ ભારતીય કિસાન સભાના   અધ્યક્ષ અશોક ધવલેએ આ ઘોષણા કરી હતી. તેમણે કહ્યું હતું કે, જંતરમંતરની આસપાસ પ્રદર્શન પર લાગેલી પાબંદીઓ છતાં કિસાનો મોટા આંદોલન માટે તૈયાર છે. ઘવલેએ જણાવ્યું હતું કે, આ આંદોલન `સર' વિરોધી સૌથી મોટા સંઘર્ષોમાનું એક બનવા જઈ રહ્યું છે. અધિકારીઓને પડકાર ફેંકતા તેમણે કહ્યું હતું કે, જે કરવું હોય તે કરી લો, કિસાનો દમનથી ડરવાના નથી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd