• રવિવાર, 18 ઑક્ટોબર, 2026

એકલનાં રણમાં ધમધમતી જુગાર ક્લબ પર પોલીસનો દરોડો

ભુજ, તા. 17 : તાલુકાના બેરડો પાસે એકલનાં રણમાં ધમધમતી જુગાર ક્લબ ઉપર બાતમીના આધારે પદ્ધર પોલીસે દરોડો પાડી 11 ખેલીને રોકડા રૂા. 1,10,000 સહિત રૂા. 7.55 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા, જ્યારે આઠ જુગારી નાસી છૂટયા હતા. તા. 17-10ના પદ્ધર પોલીસ નવરાત્રિ તહેવાર અન્વયે નાઇટ પેટ્રોલિંગમાં હતી, ત્યારે લોડાઇ પાસે આવતાં ખાનગી બાતમી મળી હતી કે, સુલેમાન ઇબ્રાહિમ મમણ (રહે. નાના વરનોરા) તથા ઇબ્રાહિમ કરીમ મંધરિયા (રહે. બોલાડી) બન્ને જણ બેરડો ગામથી લોડાઇ ગામ સીમ વિસ્તાર એકલનાં રણના ખુલ્લા પટમાં બહારથી જુગારીઓ બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમવાની સગવડ પૂરી પાડી જુગાર રમાડી રહ્યા છે. આ બાતમીનાં પગલે પોલીસે દરોડો પાડતાં બોલેરો પિકઅપ ડાલા ઉપર એલ.ઇ.ડી. લાઇટના અજવાળે કુંડાળું વાળી કંઇક કરતા હતા. પોલીસે પીછો કરી 11ને ઝડપી લીધા હતા. ધાણીપાસાનો જુગાર રમતા સુલેમાન ઇબ્રાહિમ મમણ, ભચુ જુસબ મોખા (રહે. બંને નાના વરનોરા), ભુરા નારાણ કોવાડિયા, હનીફ જુસબ લાડક (રહે. બંને ધ્રંગ), અશોક રણછોડભાઇ ડાંગર, રણછોડ ગોપાલ ડાંગર (રહે. બંને ઉમેદપુર) અને અનિલ રણછોડભાઇ ગાગલ, ધીરજ ભુરાભાઇ ગાગલ, સચિન શામજી ગાગલ, વીરમ પાંચા ચાડ (રહે. ચારે જવાહરનગર) તથા શંકર વાલજી આહીર (માધાપર)ને ઝડપી લેવાયા હતા,જ્યારે ઇબ્રાહિમ કરીમ મંધરિયા, (રહે. બોલાડી), જાવેદ જુસબ મમણ, હબીબ લતીફ મમણ (રહે. બંને નાના વરનોરા), રાજેશ મ્યાંજર ઢીલા (રહે. ડગાળા), રજાક હાજી ગગડા, દાઉદ સુલેમાન મણકા, હાજી હુશેન ગગડા (રહે. ત્રણે લોડાઇ) અને ડાયા દેવાભાઇ ગાગલ (રહે. જવાહરનગર) નાસી છૂટયા હતા. આ દરોડા દરમ્યાન, પોલીસે રોકડા રૂા. 1,10,000 મોબાઇલ ફોન -11 કિ. રૂા. 50,500 તથા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો નંગ-5 કિ. રૂા. 5,95000 સહિત કુલ રૂા. 7,55,700ના મુદ્દામાલ કબજે લઇ 19 જુગારી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd