• રવિવાર, 18 ઑક્ટોબર, 2026

ખાટુશ્યામ જતી બસ ખાડામાં ખાબકી : આઠ યાત્રીનાં મોત

નવી દિલ્હી, તા. 17 : રાજસ્થાનના કોટા જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કરાડિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. દિલ્હીથી મુંબઈ તરફ જઈ રહેલી એક મુસાફર બસ અચાનક ચાલકે કાબૂ ગુમાવતા રોડની સાઈડમાં આવેલા ઊંડા ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં આઠ લોકોનાં ઘટનાસ્થળે જ ` મોત નીપજ્યાં હતાં, જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ સાંપડ્યા છે. અહેવાલો અનુસાર, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પરથી પસાર થઈ રહેલી ઝડપી બસ કરાડિયા નજીક પહોંચતાં જ અચાનક અનિયંત્રિત થઈ ગઈ હતી. ડ્રાઈવર બસ પરનો કાબૂ ગુમાવી બેસતાં બસ ધડાકાભેર રસ્તા કિનારે આવેલા ખાડામાં પલટી મારી ગઈ હતી. અકસ્માત સર્જાતાં જ બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd