• રવિવાર, 18 ઑક્ટોબર, 2026

બિબ્બરની રામલીલાની પરંપરા પોણી સદીથી અવિરત

બાબુ માતંગ દ્વારા : નિરોણા (પાવરપટ્ટી), તા. 17: આદ્યશક્તિની ઉપાસનાના પર્વ આશ્વિની નવરાત્રિની ઉજવણી સરહદી કચ્છ જિલ્લામાં ભારે ભક્તિભાવ માહોલ વચ્ચે રંગે-ચંગે થઈ રહી છે. પાવરપટ્ટીના નાનકડાં બિબ્બર ગામે નવરાત્રિની નવેનવ રાત્રિના રામાયણના પ્રસંગોમાંથી ઉદ્ભવેલી રામલીલાની પરંપરાથી શક્તિની ઉપાસના થઈ રહી છે. હિન્દુ સંસ્કૃતિના આદ્યપુરુષ ભગવાન શ્રીરામના પ્રાગટ્યથી માંડી રાજ્યાભિષેક સુધીના રામાયણના સર્વે પ્રસંગોના પાત્રો અનુરૂપ વેશભૂષા દ્વારા છંદ, દુહા અને ચોપાઈઓ સાથે રામાયણના દરેક પ્રસંગ સ્ટેજ પર રજૂ કરવા એટલે રામલીલા અગાઉ કચ્છમાં ભુજ તાલુકાના ઝુરા, માંડવી તાલુકાના વાંઢ ગામે પણ રામલીલાનું આયોજન થતું, પરંતુ રામલીલાની ઘટતી જતી પ્રણાલી વચ્ચે પાવરપટ્ટીના બિબ્બર ગામમાં આ પરંપરા દ્વારા હિન્દુ સંસ્કૃતિના જતન અને આદ્યશક્તિની આરાધના સાથે મનોરંજનનું માધ્યમ બની છે. વિક્રમ સંવત 2006માં ગામના માસ્તર પ્રેમજીભાઈ અને દ્રારાના મહંત તુલશીદાસ ભગતે નવરાત્રિમાં રામલીલાના શ્રી ગણેશ કર્યા પછી છેલ્લાં 76 વર્ષથી આજ સુધી આ પ્રણાલી અકબંધ રહી છે. 2500ની વસતિ ધરાવતાં બિબ્બર રામલીલા નવરાત્રિ મિત્ર મંડળ અને ડુંગરશી ભગત આશ્રમના નેજા હેઠળ રામલીલાની ઉજવણી થઈ રહી છે. જેમાં 85થી પણ વધુ પાત્રોમાં 18 ત્રી પાત્રોનો સમાવેશ થાય છે અને તમામ પાત્રો સ્થાનિકના છે. શ્રી રામના પાત્રમાં જાડેજા નારાણજી, લક્ષ્મણ તરીકે દિલુભા જાડેજા, દશરથના પાત્રમાં દેવુભા જાડેજા3, રાવણ તરીકે રવુભા જાડેજા અને વિજયરાજસિંહ જાડેજા, સીતાના પાત્રમાં, રણજીતસિંહ જાડેજા, પરશુરામના પાત્ર તરીકે દેવુભા જાડેજા, સીતાના પાત્રમાં રણજીતસિંહ જાડેજા, ભરતની ભૂમિકા જગુભાઈ જાડેજા ભજવી રહ્યાં છે. બસ સ્ટેશન સ્થિત ખાખ ચોક ખાતે નવરાત્રિની નવે-નવ રાત હકડેઠઠ લોકો વચ્ચે સામે સ્ટેજ પર ભજવાતી રામલીલા ભારે આકર્ષણ જમાવી રહી છે. રાત્રિની નિરવ શાંતિ વચ્ચે એફ.એમ. માઈક સિસ્ટમ જેવી આધુનિક સુવિધાથી રામલીલાના પાત્રો દ્વારા બોલાતાં સંવાદો કે હાકલા-પડકારાથી આખું ગામ ગાજી રહ્યું છે. બિબ્બર રીવભાણ સંપ્રદાયના ડુંગરશી ભગત આશ્રમના મહંત જગજીવનદાસજી ભગતના માર્ગદર્શન હેઠળ ચાલતી આ રામલીલા નિહાળવા આસપાસના નિરોણા, ખારડિયા, વંગ, ગોધિયાર, ચંદ્રનગર, ઝુરા, ચાવડકા, અરલ અને છેક નખત્રાણા સુધી ગામોના મોટી સંખ્યામાં લોકો હાથવગું સાધન લઈ ઉમટી રહ્યાં છે. અહીં ઉજવાતી રામલીલાને સંગીતમય બનાવવા ગામ માસ્તર લાધુભા જાડેજા, દેવુભા જાડેજા, નારણજી જાડેજા સહયોગ આપે છે. લાઈટ ડેકોરેશન માટે મુકુલકુમાર ભગત, કમલેશબાવાજી તથા ટીમ માસ્તર તરીકે  નરેન્દ્રસિંહ જાડેજા સહયોગ આપી રહ્યાં છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd