ભુજ, તા. 17 : શહેરના રામનગરી વિસ્તારમાં
પ્રોવિઝન સ્ટોરમાં શરાબ વેચાતો હોવાની બાતમીના પગલે મધ્ય રાતે પોલીસે દરોડો પાડી 22 હજારના શરાબ સાથે શખ્સને ઝડપી
પાડયો હતો. તા. 17/10ના મધ્ય રાતે
બી-ડિવિઝન પોલીસને નવરાત્રિના રાત્રિ પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે, રામનગરી ખાતે આવેલા અર્બુદા પ્રોવિઝન સ્ટોરમાં
શરાબ છે અને દુકાન માલિક અડધું શટર ખુલ્લું રાખી ચોરીછૂપીથી દારૂનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના પગલે પોલીસે દરોડો
પાડી અલગ-અલગ બ્રાન્ડની શરાબની નાની-મોટી બોટલ તથા બિયરના ટીન એમ કુલ્લે રૂા. 22,471નો શરાબનો જથ્થો તથા એક મોબાઇલ
કિં. રૂા. 5000 એમ કુલ્લે રૂા. 27,471ના મુદ્દામાલ સાથે જસવંત શંકરભાઇ ચૌધરી (રહે. નવાવાસ, માધાપર)ને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.