દેશના સર્વાંગી વિકાસમાં સંખ્યાબંધ બાબતો ચાવીરૂપ બની રહેતી
હોય છે. આર્થિક અને ઔદ્યોગિક પ્રગતિમાં પાયાના સ્તરે લોજિસ્ટિકલ મજબૂતી સતત અનિવાર્ય
બની રહે છે. આ માટે સારા માર્ગોના નેટવર્કને વિસ્તારવા પર સતત ધ્યાન અપાઈ રહ્યંy છે, પણ શ્રેષ્ઠ રોડ નેટવર્ક હવે જોખમી બની રહ્યા હોવાનું ચિંતાજનક ચિત્ર સામે આવી
રહ્યંy છે. ધોરીમાર્ગેને વિશ્વસ્તરીય બનાવવા પર
સતત ધ્યાન અપાઈ રહ્યંy છે, પણ તેને સંલગ્ન માર્ગ સલામતીને લગતા ધોરણોનું
દુર્લક્ષ સેવાઈ રહ્યાની પ્રતીતિ કરાવતા જીવલેણ અકસ્માતોની યાદી સતત વધી રહી છે. માર્ગો
પર સલામતી પર ધ્યાન આપવાની સાથોસાથ આધુનિક વાહનોને બેલગામ ઝડપે દોડાવતા ચાલકોને પણ
સંયમના પાઠ શીખવવાની જરૂરત હવે વર્તાવા લાગી છે.
છેલ્લાં થોડાં વર્ષથી વિકસી રહેલા એક્સપ્રેસ વે અને અન્ય આધુનિક માર્ગો વિકાસના
પર્યાય બની રહ્યા છે, પણ કમભાગ્યે આ માર્ગો બેફામ ઝડપ અને બેલગામ
ડ્રાઈવિંગને લીધે જોખમના પણ પર્યાય બની ગયા છે.
ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહે મુંબઈમાં એક કાર કોસ્ટલ
રોડના પુલ પરથી ખાબકી હતી. ત્રણ નવલોહિયાઓનો
આ ગમખ્વાર અકસ્માતે ભોગ લીધો હતો, તો બુધવારે ગ્રેટર નોઈડામાં
યમુના એક્સપ્રેસ વે પર એક બસમાં આગ લાગતાં નવ જણ ભડથું થઈ ગયા હતા. આશ્ચર્યની બાબત
એ છે કે, બસમાં ઉતારુઓએ આગ લાગી રહી હોવાની વાત ચાલકને કરી હતી,
પણ તેણે ગણકારી નહીં અને આવો મોટો અકસ્માત થઈ ગયો. મુંબઈના અકસ્માતમાં
હતભાગી કારથી થોડા સમય અગાઉ દુર્ઘટના સર્જાઈ હતી, જ્યારે નોઈડામાં
અકસ્માતગ્રસ્ત બસની વિગતો તપાસતાં વધુ ચોંકાવનારી હકીકતો સામે આવી છે. આ બસનું સંચાલન
મધ્યપ્રદેશથી થતું હતું, તેની નોંધણી બિહારની હતી, ફિટનેસ પ્રમાણપત્ર રાજસ્થાનનું અને પોલ્યુશન સર્ટિફિકેટ હરિયાણાનું હતું. એક બસ આવા અલગ સ્થળના પ્રમાણપત્રો સાથે દોડતી હતી
અને કોઈએ તેને તપાસવાની દરકાર કરી ન હોવાની વાત ચિંતા જગાવે છે. સ્પષ્ટ છે કે,
વાહન વ્યવહાર નિયમનના મામલે સતત બેદરકારી સેવાઈ રહી છે. માર્ગો પર અને વાહનોના સંબંધમાં નિયમોનું પાલન માત્ર
કાગળ પર હોવાની હકીકતો લગભગ દરેક અકસ્માત સમયે સામે આવતી રહે છે. હવે થશે એવું કે,
મુંબઈ અને નોઈડામાં પોલીસ અને આરટીઓ વિભાગ થોડા સમય માટે વધુ કડકાઈ બતાવશે
અને પછી થોડા દિવસ બાદ બધું પહેલાંની જેમ રાબેતા મુજબ થઈ રહ્યં છે. આજકાલ આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ
સલામતી સપ્તાહની ઉજવણી શરૂ થઈ છે. વાહનચાલકોને જાગૃતિનો સંદેશ આપવાથી માંડીને નિયમ
પાલન માટે સતર્કતાની બહુ વાતો થાય છે. રેલીઓ
અને સેમિનારો થાય છે, પણ આ એક સપ્તાહની
સલામતી ઉજવણી ખરેખર આખાં વર્ષ દરમ્યાનની જવાબદારી બની રહે તે ખાસ જરૂરી બની રહ્યં છે. માર્ગોને સલામત બનાવવાની સાથોસાથ વાહનચાલકોને
સલામતીની બાબતે સતત માહિતગાર કરવાથી સલામતીનો માર્ગ કંડારાશે.