• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

મિની તરણેતરના મેળામાં સાત લાખ લોકો ઊમટયા

વિથોણ (તા. નખત્રાણા), તા. 30 : મોટા યક્ષનો ચાર દિવસીય મેળો સાત લાખ જેટલા માણીગરોએ માણ્યો હતો. મેળાના અંતિમ દિવસે બુધવારે બહોળી સંખ્યામાં સહેલાણીઓ ઊમટી પડયા હતા. મેળાના ચાર દિવસમાં છ કરોડથી વધુના ટર્નઓવરનું આયોજકોનું અનુમાન છે. બુધવારના સાંજે વિધિવત રીતે મેળાનું સમાપન કરાયું હતું.  અફવા સિવાય સદ્ભાગ્યે મેળા દરમ્યાન કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. મેળા સમિતિના અધ્યક્ષ જયંતીભાઈ નાકરાણી, ઉપાધ્યક્ષ મહિપતસિંહ જાડેજા, તલાટી રઘુવીરસિંહ ઝાલા, રતન ભોવા, પૂજારી નવીનભાઈ વગેરે દ્વારા સત્કાર કાર્યક્રમ યોજાયો હતો. મેળામાં અંતિમ દિને મોટી સંખ્યામાં ઊમટી પડેલા ગ્રામીણ લોકોએ સૂપડા, ગમેલા, તાવડી, તવેથા, સાણસી સહિત ઘર વપરાશની વસ્તુઓ ખરીદ કરી હતી. મેળા સમિતિ, ભોવા પરિવારે પોલીસ, આરોગ્ય ખાતાનો આભાર માન્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd