ભુજ, તા. 30 : વડાપ્રધાનના 25 વર્ષના સેવા અને સુશાસન સંદર્ભે
તા. 17/10/2026 દરમિયાન યોજાનાર `સેવા સંકલ્પ અભિયાન' હેઠળ
`સેવા મારું યોગદાન' થીમ અંતર્ગત પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી,
ભુજ-કચ્છ દ્વારા રોડ સેફ્ટી માટે વાહનોમાં અનઅધિકૃત તથા વધુ તીવ્રતાવાળા
એલ.ઇ.ડી. લાઈટના ઉપયોગને અટકાવવા માટે સઘન
એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરાઇ હતી. આ કાર્યવાહી દરમિયાન માર્ગ સલામતીને ધ્યાનમાં
રાખીને વાહનોની ચકાસણી કરાઇ હતી. કુલ-55 વાહનોને ચલણ ઇસ્યૂ કરી દંડાત્મક કાર્યવાહી કરાઇ હતી. વાહનચાલકોને
વધુ તીવ્રતાવાળી એલ.ઇ.ડી. લાઈટો દૂર કરવા તેમજ મંજૂર ધોરણ મુજબની લાઈટોનો જ ઉપયોગ કરવા
અંગે માર્ગદર્શન અપાયું હતું.