• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

ધ્રંગમાં ખેડાણ કરી જમીનનો કબજો મેળવાયો

ભુજ, તા. 30 : ભુજ તાલુકાની અનુસૂચિત જાતિ ખેતી સહકારી મંડળીની જમીનોના કાયદેસર હક્ક અને કબજાના પ્રશ્નને લઈને ધ્રંગ ખાતે સર્વે નંબર 29 ખાતે સ્થળ પર ખેડાણ કરી કબજો મેળવવાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મંડળીના સભાસદો દ્વારા જણાવાયું હતું કે, મંડળીની જમીનો અંગે લાંબા સમયથી હક્ક અને કબજાનો પ્રશ્ન ચાલી રહ્યો છે. ધ્રંગ ગામે સર્વે નંબર 29ની જમીન પર ખેડાણ કરી પ્રતીકાત્મક રીતે સ્થળ પર કબજો મેળવવાની કાર્યવાહી કરવામાં આવી છે. મંડળીની બાકી રહેલી જમીનોનો કબજો વહેલી તકે મંડળીને સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જિલ્લા પ્રમુખ એડવોકેટ હિતેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, `આ કાર્યક્રમ માત્ર એક જમીન પર ખેડાણ કરવાનો કાર્યક્રમ નથી, પરંતુ લાંબા સમયથી ચાલી રહેલા જમીનના પ્રશ્ન અંગે મહેસૂલ તંત્રનું ધ્યાન દોરવા અને તંત્રને જાગૃત કરવા માટે કરવામાં આવ્યો છે.' મંડળીના સભ્યો દ્વારા આગામી દિવસોમાં કાયદેસર અને સંવૈધાનિક રીતે જમીનના હક્ક માટેની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. કાર્યક્રમમાં ભુજ અનુ. જાતિ મંડળીના ઉપપ્રમુખ રાજેશ શેખવા, પંકજ નોરિયા, ભરત દાફડા, દીપ્તિબેન ખત્રી, જગદીશ સોંધરા, ખીમજી મહેશ્વરી, નૂરમામદભાઈ, હરિ પરમાર, સામજીભાઈ, હરેશ મહેશ્વરી, અનિલ મહેશ્વરી, ભરત મહેશ્વરી, નરેશ ગરવા, રાહુલ મહેશ્વરી, માવજીભાઈ, કરશનભાઇ  તેમજ સભાસદ રાણા શેખવા, અનિલ શેખવા, પૂંજા રવા શેખવા, લાખના ભગુ શેખવા, લાખના જીવા શેખવા, વાલુ માલા શેખવા, કાનજી હધુ ફફલ, ધનજી નારણ ગરવા, લાખના વેલા શેખવા, ગાવિંદ વેરા શેખવા, ભીખા ગાવિંદ શેખવા, લાખના જીવા કાગી, કાનજી, કરસન મેરિયા, લાધા અમરા કાગી, જેરામ ભગુ શેખવા, જીવા કરમણ શેખવા, કરસન જીવા શેખવા વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd