નવી દિલ્હી, તા. 30 : વિશ્વના સૌથી
મોટા ડિજિટલ પેમેન્ટ માર્કેટ પૈકીના એક એવા ભારતમાં આખરે ટેક જાયન્ટ એપલે પોતાની લોકપ્રિય
કોન્ટેક્ટલેસ પેમેન્ટ સર્વિસ `એપલ પે' સત્તાવાર રીતે લોન્ચ કરી દીધી છે. વૈશ્વિક લોન્ચિંગના
વર્ષો બાદ એપલે ભારતીય બજારમાં પગપેસારો કર્યો છે. આ સેવાની શરૂઆત માટે એપલે એક્સિસ
બેંક (અડ્ઢશત ઇફક્ષસ) સાથે ભાગીદારી કરી છે. હવે આઇફોન, આઇપેડ
અને એપલ વોચ (આાહય ઠફાભિંવ) ધરાવતા યુઝર્સ કાર્ડને ભૌતિક રીતે ટચ કર્યા વિના કે પિન/ઓટીપી
નાખ્યા વગર સીધા જ પોતાના ઉપકરણથી સુરક્ષિત ચૂકવણી કરી શકશે. પ્રારંભિક તબક્કે એપલ
પે સર્વિસ એક્સિસ બેંક દ્વારા ઇસ્યૂ કરવામાં આવેલા ટશતફ અને ખફતાયિંભિફમિ ક્રેડિટ કાર્ડ
પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. યુઝર્સ તેમના એલિજિબલ ક્રેડિટ કાર્ડને `એપલ વોલેટ'માં ઉમેરીને દેશભરના મોલ, સુપરમાર્કેટ, રેસ્ટોરન્ટ તેમજ ઓનલાઇન શાપિંગ પ્લેટફોર્મ
પર સરળતાથી ચૂકવણું કરી શકશે. એપલ વોલેટ અને એપલ પેના વાઇસ પ્રેસિડેન્ટ જેનિફર બેઇલીએ
જણાવ્યું હતું કે, `ભારત એક ઝડપથી
ડિજિટલ બની રહેલો દેશ છે. અહીંના યુઝર્સ સુરક્ષા અને પ્રાઇવસી સાથે કેશલેસ ટ્રાન્ઝેક્શનને
પ્રાધાન્ય આપે છે, તેથી અમે ભારતમાં
એપલ પે લાવવા માટે અત્યંત ઉત્સાહિત છીએ.' આગામી સમયમાં અન્ય અગ્રણી
બેંકોને પણ આ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવશે. એપલ પે દ્વારા ટ્રાન્ઝેક્શન કરતી વખતે
કાર્ડનો ગુપ્ત પિન નંબર કે ઓટીપી (ઓટીપી) એન્ટર કરવાની જરૂર રહેશે નહીં. યુઝર્સ પોતાના
આઇફોનમાં `ફેસ આઈડી' અથવા `ટચ આઈડી'
ના બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા ક્ષણવારમાં પેમેન્ટ પૂર્ણ કરી શકશે.
સુરક્ષાના મુદ્દે એપલે સ્પષ્ટ કર્યું છે કે, ગ્રાહકોના મૂળ ક્રેડિટ
કાર્ડ નંબર એપલના સર્વર પર કે વેપારીઓ સાથે શેર કરવામાં આવતા નથી. તેને બદલે એક વિશેષ
એક્રિપ્ટેડ `િડવાઇસ એકાઉન્ટ
નંબર' અને ટોકનાઇઝેશન તકનિકનો ઉપયોગ થાય છે,
જેથી ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે.