• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

ભારતનો ઐતિહાસિક રનચેઝ : ગિલ-રોહિતનો ઝંઝાવાત

બરસાપાર, તા. 30 : ગુવાહાટીના બરસાપાર સ્ટેડિયમમાં ભારતે પહેલી વખત 400 પ્લસનો  રનચેઝ વન-ડે ક્રિકેટમાં હાંસલ કર્યો હતો. 406ના લક્ષ્યાંક સાથે ભારતીય ટીમે આઠ વિકેટે જીતીને અનેક રેકોર્ડ બનાવ્યા હતા. ખાસ કરીને શુભમન ગિલ છવાઈ ગયો હતો, જેણે ધમાકેદાર અને વન-ડેની સૌથી ઝડપી બેવડી સદી ફટકારી હતી. ગિલે 133 બોલમા 223 રનની નોટઆઉટ ઈનિંગ રમી હતી. જ્યારે રોહિત શર્માએ પણ મુકાબલામાં શાનદાર 101 રન કર્યા હતા, જેની મદદથી  વિન્ડિઝે આપેલાં 406 રનનાં લક્ષ્યને માત્ર 43.3 ઓવરમાં બે વિકેટે પાર કરીને શ્રેણી પણ ભારતે નામે કરી લીધી હતી. 2006માં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામે ચેઝ કરેલા ઐતિહાસિક 438 રન બાદ 20 વર્ષે બીજી વખત 400 પ્લસ રનનો સફળ રનચેઝ થયો હતો. ગિલે રનચેઝ કરતા ભારત તરફથી સૌથી મોટો વ્યક્તિગત સ્કોર કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ મેચમાં ભારતીય કેપ્ટન ગિલે ટોસ જીતીને પહેલાં બોલિંગનો નિર્ણય કર્યો હતો. વિન્ડિઝે પહેલાં રમતાં 405 રનનો સ્કોર કર્યો હતો, જેને આંબવા ઉતરેલી ભારતીય ટીમે મજબૂત શરૂઆત કરી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલે ખુલીને શોટ રમ્યા હતા. આ દરમિયાન ગિલે માત્ર 62 બોલમાં સદી પૂરી કરી હતી. રોહિતે 72 બોલમાં સદી કરી હતી. જો કે, બાદમાં 101 રને આઉટ થયો હતો. રોહિત અને ગિલ વચ્ચે પહેલી વિકેટ માટે 255 રનની મોટી ભાગીદારી થઈ હતી. બાદમાં આવેલા વિરાટ કોહલીએ 19 બોલમાં 29 રન કર્યા હતા. જ્યારે ગિલે 117 બોલમાં બેવડી સદી પૂરી કરી હતી. ભારતે 43.3 ઓવરમાં લક્ષ્ય પાર પાડીને શ્રેણીમાં 2-0ની અજેય બઢત પણ બનાવી લીધી હતી. ગિલ સાથે ઋતુરાજ ગાયકવાડ પણ 31 રને નોટઆઉટ પરત ફર્યો હતો.  મુકાબલામાં વિન્ડિઝે પહેલા રમતા શાનદાર બેટિંગ કરી હતી. જોન કેમ્પબેલ, શાઈ હોપ અને અમીર જંગુએ સદી કરી હતી. કેમ્પબેલે 68 બોલમા પાંચ છગ્ગા અને નવ ચોગ્ગાની મદદથી 101, શાઈ હોપે 94 બોલમાં ત્રણ છગ્ગા અને આઠ ચોગ્ગાની મદદથી 104 તેમજ અમીર જંગુએ 77 બોલમાં ત્રણ છગ્ગા અને 13 ચોગ્ગાની મદદથી 114 રન ફટકાર્યા હતા, જેની મદદથી વિન્ડિઝની ટીમ 50 ઓવરમાં સાત વિકેટનાં નુકસાને 405 રન સુધી પહોંચી હતી. ભારત તરફથી આકિબ નબી, રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવને 2-2 વિકેટ મળી હતી. જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ એક વિકેટ લીધી હતી.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd