• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

ભુજના વિદ્યાર્થીનો એઆઇ આધારિત ડ્રોન પ્રોજેક્ટ રાષ્ટ્રીય હેકાથોન સ્પર્ધામાં પ્રથમ

ભુજ, તા. 30 : ચોમાસા દરમ્યાન શહેરોના માર્ગો પર ઠેર-ઠેર ખાડા પડી જાય છે અને પાણી ભરાઇ જાય છે. સાથે જ ડ્રેનેજ સિસ્ટમ પણ અસરગ્રસ્ત બને છે. આવી પરિસ્થિતિમાં નગરપાલિકાઓ કે મનપાને મદદરૂપ થાય તેવું એઆઇ બેઝડ ડ્રોન સિસ્ટમ સાથેનું સોલ્યુશન ભુજના વિદ્યાર્થીએ વિકસાવ્યું છે. વડોદરાની જીએસએફસી યુનિવર્સિટીમાં બીજા વર્ષનો બી. ટેક. કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનીયારિંગનો અભ્યાસ કરતા ભુજના વિદ્યાર્થી તત્ત્વ શાહે તેના ટીમ સાથી ક્રિશય શાહ સાથે મળીને ઇએલસીઆઇએ દ્વારા આઇઆઇટી-બેંગ્લોર અને વીએલએસઆઇ સિસ્ટમ ડિઝાઇનના સહયોગથી આયોજિત સ્માર્ટ સિટી ડ્રોન-એઆઇ ચેલેન્જ 2026 હેકાથોનમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ હરીફાઈમાં ભારતભરમાંથી 18 રાજ્યોમાંથી  લગભગ 100 યુનિવર્સિટીની 183 ટીમોએ ભાગ લીધો હતો. તત્ત્વ અને ક્રિશયનો આ હાઇડ્રો વિઝન થ્રીડી પ્રોજેક્ટ એ ચોમાસા, માર્ગ અને નાગરિક માળખાગત માહિતી માટે એઆઇ-સંચાલિત થ્રીડી ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન છે. સિસ્ટમ ડ્રોન વીડિયોને ઇન્જેસ્ટ કરે છે અને તેને એક કાર્યક્ષમ મ્યુનિસિપલ વર્કલિસ્ટમાં રૂપાંતરિત કરે છે - ખાડા, પાણી ભરાવા, ખુલ્લા મેનહોલ, ડ્રેનેજ ઓવરફ્લો અને ક્ષતિગ્રસ્ત ફૂટપાથ વગેરે શોધીને આ સિસ્ટમ તેનું લોકેશન, તેની ગંભીરતા નક્કી કરીને તેનો કેવી રીતે ઉકેલ લાવી શકાય તેવા મેઈન્ટેનન્સ ટાસ્કમાં ફેરવે છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd