• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

કોડાય પાસે કારમાં 45 હજારના શરાબ સાથે ભુજના ત્રણ ઝડપાયા

ભુજ, તા. 30 : માંડવી તાલુકાના કોડાયની ચેકપોસ્ટ પાસે બાતમીના આધારે કોડાય પોલીસે ભુજથી માંડવી તરફ આવતી સ્કોર્પિયો કારમાંથી રૂા. 45,600ના શરાબ સાથે ભુજના ત્રણ શખ્સ ઝડપાયા હતા. આ શરાબ માંડવીના શખ્સે ભુજમાં માંડવી પહોંચાડવા આપ્યો હતો. આ અંગે કોડાય પોલીસે નોંધેલી ફરિયાદની વિગતો મુજબ ગઇકાલે રાતે કોડાય પોલીસને બાતમી મળી હતી કે, સ્કોર્પિયો ગાડી નં. જીજે-39-સીબી-4620વાળીમાં શરાબ છે જે ભુજથી માંડવી તરફ આવે છે. આથી પોલીસે કોડાય ચેકપોસ્ટ પાસે બાતમીવાળી ગાડી રોકાવી તપાસ કરતાં તેમાં અલગ-અલગ બ્રાન્ડની શરાબની 36 બોટલ જેની કિં. રૂા. 45,600 મળી આવી હતી. કારમાંથી આ કામના આરોપી ઇસ્માઇલ ઉર્ફે લડુ તારમામદ ચાકી (રહે. પીરવાળી શેરી, ભુજ), હાર્દિક નવીનગિરિ ગોસ્વામી (રહે. મૂળ નરેડી, તા. અબડાસા હાલે વાલદાસનગર, ભુજ) અને જય રસિકભાઇ રાજગોર (રહે. ઉમેદનગર, ભુજ)ને ઝડપી લીધા હતા. આ શરાબ માંડવીના વિનોદ અજિતસિંહ ચુડાસમાએ ભુજમાં આર.ટી.ઓ. સર્કલ પાસે આપી માંડવી લઇ જવા જણાવ્યું હતું. પોલીસે કાર, ત્રણ મોબાઇલ અને શરાબનો જથ્થો એમ કુલ રૂા. 11,15,600નો મુદ્દામાલ જપ્ત કરી ચારે વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd