ભુજ, તા. 30 `રાષ્ટ્રસેવામાં આપેલા ત્યાગનું
સન્માન-સમાજની સંવેદનશીલ જવાબદારી'ના ભાવ સાથે ભુજમાં પશ્ચિમ કચ્છ પોલીસ એ-ડિવિઝન દ્વારા કાર્યક્રમ યોજાયો હતો.
રાજ્યવ્યાપી સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત માજી સૈનિકોનાં સન્માન તેમજ માજી સૈનિકોના
વિધવા બહેનોને સહાય વિતરણનો એક વિશેષ અને ગૌરવપૂર્ણ કાર્યક્રમ ભુજની હોટેલ રિજન્ટાના
ઓર્ચિડ હોલમાં યોજાયો હતો.પોલીસ અધીક્ષક વિકાસ સુંડા, નાયબ પોલીસ
અધિક્ષક ડો. વિશ્વા શાહ, એમ. જે. ક્રિશ્ચિયનનાં માર્ગદર્શન હેઠળ
યોજાયેલા આ કાર્યક્રમમાં 110 જેટલા માજી
સૈનિકો તથા તેમના પરિજનોને સન્માન અને સહાયનો લાભ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે માજી
સૈનિકો તથા તેમના પરિવારજનો સાથે આત્મીય સંવાદ કરી તેમની જરૂરિયાતો અને પ્રશ્નો અંગે
પણ જાણકારી મેળવવામાં આવી હતી. પોલીસ અને સમાજ વચ્ચેના સંવેદનશીલ તથા સહકારપૂર્ણ સંબંધોને
વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હોવાનું એ-ડિવિઝનના પીઆઈ એમ. આર. નકુમે જણાવ્યું
હતું. આ કાર્યક્રમમાં એમ. જે. ક્રિશ્ચિયન, ડો. વિશ્વા શાહ, એલસીબી પીઆઈ એ. એમ. મકવાણા, માનકૂવા પીઆઈ એ. એમ. હેરમા, ભુજ સિટી ટ્રાફિક પીએસઆઈ
ડી. બી. લાખનેત્રા સહિત પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ,
માજી સૈનિકો તથા મોટી સંખ્યામાં સૈનિક પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.