• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

ગાંધીધામમાં પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી શરાબ ઝડપ્યો

ગાંધીધામ, તા. 30 : શહેરના ધોરીમાર્ગ નજીક સર્વિસ રોડ પર કારનો ફિલ્મી ઢબે પોલીસે પીછો કરતાં આરોપીની કારના પૈડાં ફાટી જતાં કારચાલક ગાડી મૂકી નાસી ગયો હતો. બાદમાં પોલીસે આ કારમાંથી રૂા. 3,24,580નો દારૂ જપ્ત કર્યો હતો. શહેરની બી-ડિવિઝન પોલીસ ધોરીમાર્ગ ઉપર પેટ્રોલિંગમાં હતી દરમ્યાન એક ફોર્ચ્યુનર કાર ફૂલ સ્પીડમાં નીકળતાં પોલીસે તેનો પીછો કર્યો હતો, તેણે પોતાની કાર નૂરી મસ્જિદવાળા સર્વિસ રોડથી બસ સ્ટેન્ડ થઈ યુ-ટર્ન વાળી ચૂંગી નાકા તરફ હંકારી દીધી હતી. દરમ્યાન આ ફોર્ચ્યુનર કારના આગળના બે પૈડાં ફાટી જતાં કારચાલક ગાડી મૂકીને નાસી ગયો હતો. દરમ્યાન અહીં પહોંચેલી પોલીસે કારની તપાસ કરતાં તેમાંથી દારૂ નીકળી પડયો હતો. કારને પોલીસ મથકે લઈ જવાઈ. આ કારમાંથી ગ્રીન લેબલ 750 મિ.લિ.ની 118 બોટલ, 8પીએમની 114 બોટલ, ગ્રીન લેબલના 718 ક્વાર્ટરિયાં તથા 8પીએમના 718 ક્વાર્ટરિયાં, બિયરના 256 ટીન એમ કુલ રૂા. 3,49,500નો શરાબ જપ્ત કર્યો હતો. આ કાર નંબર જીજે-18-બીજે-9408માંથી ફાસ્ટેગ અને સર્વિસ બુક પણ જપ્ત કરાઈ હતી. આ કાર કોણ ચલાવતું હતું? કોણે દારૂ મગાવ્યો હતો?કોણે મોકલાવ્યો હતો, તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd