કોડાય, તા. 30 : પશ્ચિમ કચ્છ-ભુજ પોલીસ તંત્ર
દ્વારા ખનિજચોરી સામેની કાર્યવાહી અંતર્ગત કોડાય પોલીસે ફરાદી ગામની ઉત્તરાદી સીમ વિસ્તારમાંથી
બોક્સાઈટનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી
કરતાં ઋઉં-12-ઇઝ-7676 નંબરની ટ્રક અટકાવી તપાસ કરતાં
તેમાં આશરે 30 ટન બોક્સાઈટનો જથ્થો મળી આવ્યો
હતો. પોલીસે ગેરકાયદે ભરેલો બોક્સાઈટનો જથ્થો તથા ટ્રક મળી કુલ રૂ.21.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
હતો. આ અંગે પોલીસે ઓમપ્રકાશ અનારામ (રહે.
ગાલાબેરી, પોસ્ટ શિવકર, થાણા સદર,
તા.-જિ. બાડમેર, રાજસ્થાન)ની અટકાયત કરી આગળની
કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં પી.આઈ. બી.પી. ખરાડીનાં માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ.
ચેતનભાઈ, હે. કો. વિપુલભાઈ, હરિભાઈ,
મોહનભાઈ તથા વાલાભાઈ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.