• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

કચ્છની કન્યા હરિતાની વધુ એક કમાલ : 4X400 મિક્સ્ડ રિલેમાં જીત્યો બ્રોન્ઝ

નાગોચા, તા. 29 : એશિયન ગેમ્સમાં મૂળ અબડાસાના રવા ગામની પ્રતિભાશાળી દોડવીર હરિતા ભદ્રાની કમાલ જારી છે. ગઇકાલે 200 મીટરની દોડમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ આજે 4#400 રિલે મિક્સ્ડ ફાઇનલમાં સત્રનો શ્રેષ્ઠ 41.06 સેકન્ડનો સમય લઇને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. હરિતા ઉપરાંત ગુરીન્દરસિંહ, અભિષેક કુજુર અને સ્નેહા સત્યનારાયણની ટીમે બ્રોન્ઝ જીત્યો હતો. આ ઇવેન્ટમાં ચીનની ટીમે ગોલ્ડ અને થાઇલેન્ડની ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. કચ્છી ભાનુશાલી પરિવારની હરિતાએ સળંગ બીજા દિવસે મેડલ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd