• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

ગુજરાત હાઈકોર્ટમાં હવે ડિજિટલ યુગ

અમદાવાદ, તા. 30 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત હાઈકોર્ટમાં પેપરલેસ અને ડિજિટલ ન્યાય વ્યવસ્થાના નવા યુગનો પ્રારંભ થયો છે. હાઈકોર્ટના યઋાuષઇંઈ પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરવામાં આવેલા નવા પેપરલેસ કોર્ટ મોડ્યુલ અને ઈ-ફાઈલિંગ સોલ્યુશનનું મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના અન્ય ન્યાયમૂર્તિઓની ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જ ઇન-હાઉસ વિકસાવવામાં આવેલી આ સિસ્ટમનો મુખ્ય હેતુ કોર્ટની કાર્યવાહી વધુ ડિજિટલ, ઝડપી, પારદર્શક અને પેપરલેસ બનાવવાનો છે. શરૂઆતના તબક્કામાં આ ઈ ફાઈલિંગ સેવા આર્બિટ્રેશન, ટેક્સ અને સર્વિસ સંબંધિત કેસો માટે શરૂ કરવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર તેને અન્ય તમામ પ્રકારના કેસોમાં પણ લાગુ કરાશે.  આ સિસ્ટમમાં મુખ્ય ન્યાયમૂર્તિ, અન્ય ન્યાયમૂર્તિઓ, વકીલો, ક્લાર્ક, સરકારી અધિકારીઓ, પક્ષકારો અને રજિસ્ટ્રી સ્ટાફ માટે અલગ-અલગ ડેશબોર્ડ તૈયાર કરાયા છે. આ ડેશબોર્ડ પર રીઅલ-ટાઈમ આંકડા અને કેસ સંબંધિત માહિતી ઉપલબ્ધ થશે. મુખ્ય કેસ ઉપરાંત મધ્યવર્તી અરજીઓ, કેવિએટ અને અન્ય દસ્તાવેજો પણ ઓનલાઈન ફાઈલ કરી શકાશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સિસ્ટમમાં મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન અને બાયોમેટ્રિક સિક્યોરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ સિસ્ટમ દ્વારા દરેક કેસ ફાઈલનું પેજ નંબારિંગ અને ઇન્ડેક્સિગ પણ સ્વચાલિત થશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd