• ગુરુવાર, 07 ડિસેમ્બર, 2023

બદલાતાં વૈશ્વિક સમીકરણોમાં સંપન્ન દેશોની નકારાત્મકતા

આજે વિશ્વમાં વિકાસ અને આર્થિક પ્રગતિનું ચિત્ર ઝડપભેર બદલાઇ રહ્યંy છે. શક્તિનાં આ બદલાઇ રહેલાં સમીકરણોમાં હાલના સંપન્ન દેશો નબળા દેશોના વધી રહેલાં કદની આડે અંતરાય બની રહ્યા હોવાની લાગણી દિવસો દિવસ બળવત્તર બની રહી છે. દુનિયામાં શક્તિશાળી દેશો દ્વારા તેમના પ્રભાવને જાળવી રાખવા લેવાતાં નકારાત્મક વલણનો હવે વિરોધ પણ થવા લાગ્યો છે. ઝડપભેર આર્થિક વિકાસ સાધી રહેલાં ભારતને આવાં નકારાત્મક વલણને લીધે ભારે તકલીફ અનુભવવી પડી રહી છે અને એટલે ભારત સરકાર તેની નારાજગી વ્યક્ત કરતી રહી છે. વિદેશમંત્રી એસ. જયશંકરે ભારતની આ લાગણીનો પુનરોચ્ચાર કરતાં કહ્યંy છે કે, પ્રભાવશાળી દેશો વૈશ્વિક બદલાવનો વિરોધ કરી રહ્યા છે. આમ તો જયશંકર વિવિધ મંચો પર તેમની આ લાગણી વ્યક્ત કરી ચૂક્યા છે. આ વખતે તેમણે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી પરિષદ અને અન્ય મંચો પરથી કહ્યંy છે કે, વિકસેલા દેશો બદલાવની તરફેણમાં ન હોવાનું જણાઇ રહ્યંy છે. ઉત્પાદન ક્ષમતા અને આર્થિક ક્ષમતા ધરાવતા દેશો તેની આ ક્ષમતાનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરતાં ખચકાતા નથી. આ નકારાત્મક સ્થિતિમાં વિકસતા દેશો તેમની ક્ષમતા મુજબનાં પરિણામ મેળવી શકતાં નથી. નકારાત્મક વલણ ધરાવતા સંપન્ન દેશોમાં અમેરિકા, યુરોપ, ઇઝરાયેલ, જાપાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા અને ન્યૂઝીલેન્ડનો સમાવેશ થાય છે, તો વિકસતા દેશોમાં એશિયા અને લેટિન અમેરિકાના દેશોનો સમાવેશ થાય છે. ભારત વિકસતા દેશોના વર્ગમાં મોખરાનું સ્થાન ધરાવે છે. વિકસિત દેશો દુનિયાના બદલાઇ રહેલાં વિકાસનાં સમીકરણોને બરાબર સમજે છે, પણ વાસ્તવિકતા સ્વીકારતા નથી. જાહેર રીતે તો જી-સાત દેશના સમૂહને વિસ્તારીને જી-20 કરાયો છે, જેથી વિકસતા દેશોનો તેમાં સમાવેશ કરી શકાય. આ વખતે દિલ્હીમાં યોજાયેલાં જી-20 શિખર સંમેલનમાં આફ્રિકન યુનિયનને સમાવી લેવાયું હતું. એક તરફ વિકસિત દેશો જાહેરમાં હકારાત્મક વલણ લેતા થયા છે, પણ તેમનાં બેવડાં વલણને લીધે વિકસતા દેશો તેમની ક્ષમતા મુજબ વૈશ્વિક વિકાસમાં પોતાનું યોગદાન આપી શકતા નથી.વિશ્વમાં ચાવીરૂપ સલામતી પરિષદના વિસ્તારની જરૂરત હજી જેમની તેમ વણઉકેલ છે, તો બીજી તરફ પર્યાવરણનાં જતન માટે સર્જાયેલી વૈશ્વિક સમજૂતીમાં કાર્બન ઉત્સર્જનને ઘટાડવાની વાતમાં વિકસિત દેશ તેમની જવાબદારી અદા કરવાને બદલે વિકસતા દેશો પર દબાણ વધારવા પર ધ્યાન આપતા રહે છે. ભારત હવે વિકસતા દેશમાંથી વિકસિત દેશના દરજ્જાના ઉંબરે છે, ત્યારે સંપન્ન દેશોની માનસિકતા બદલાવવાનો કોઇ માર્ગ ખોળવાની જરૂરત છે. સંપન્ન દેશોને સમજવાની જરૂરત છે કે, વિકાસના વૈશ્વિક વિસ્તારમાં તેમનો પોતાનો પણ ફાયદો રહેશે. 

Janmadin Vishesh Purti

Panchang