• રવિવાર, 06 જુલાઈ, 2025

જૈનિક સિનર અંતિમ 16માં પહોંચ્યો

લંડન, તા. 5 : વિમ્બલ્ડનમાં ટેનિસના પ્રથમ નંબરના ક્રમાંકિત જૈનિક સિનરે વધુ એક જીત સાથે `રાઉન્ડ ઓફ 16'માં સ્થાન મેળવી લીધું છે. તેણે ત્રીજા રાઉન્ડમાં સ્પેનના પેડ્રો માર્ટિનેઝને સીધા સેટોમાં પરાજય આપ્યો હતો. બીજી તરફ મહિલા સિંગલ્સમાં નંબર એક એરિના સબાલેંકાએ વિજય સાથે આગેકૂચ જારી રાખી હતી. સિનરે ત્રણ ડબલ ફોલ્ટ કર્યા હતા. જો કે, અંતે તેણે માર્ટિનેઝને 6-1, 6-3, 6-1થી હાર આપી હતી. માર્ટિનેઝ એક પણ ડબલ ફોલ્ટ કર્યો ન હતો. પુરુષ સિંગલ્સમાં ઈટાલીના ફ્લાવિયો કોબોલીએ પણ આગળના રાઉન્ડમાં જગ્યા મેળવી હતી. તેણે ચેક રિપબ્લિકના યાકુબ મેનસિકને 6-2, 6-4, 6-2થી હાર આપી હતી. ભારતના એન શ્રીરામ બાલાજી અને રિત્વિક બોલીપલ્લી શનિવારે અહીં બીજા રાઉન્ડમાં પોતપોતાની જોડી સાથેની મેચ હારીને વિમ્બલ્ડન મેન્સ ડબલ્સ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા. બાલાજી અને તેના મેક્સિકન સાથીદાર મિગુએલ રેયસ-વારેલાએ ચોથા ક્રમાંકિત માર્સેલ ગ્રાનોલર્સ અને હોરાસિયો ઝેબાલોસને લડત આપી હતી, પરંતુ સીધા સેટમાં હારી ગયા હતા.  સ્પેનીસ-અર્જેન્ટીનાની જોડીએ એક કલાક અને 20 મિનિટ ચાલેલા મુકાબલામાં બિનક્રમાંકિત બાલાજી અને રેયસ-વારેલાને 6-4, 6-4થી હરાવ્યા હતા. ભારતના બોલીપ્પલ્લી અને તેના કોલમ્બિયન સાથે નિકોલસ બેરિએન્ટોસે પણ છઠ્ઠી ક્રમાંકિત જોડી સેલિસ્બરી અને નીલ સ્કુપ્સકી સામે લડત આપી હતી.  પણ એક કલાક અને 47 મિનિટ ચાલેલી મેચમાં 4-6, 6-7થી હારી ગઈ હતી. મહિલા સિંગગલ્સમાં વિશ્વ નં. 1 બેલારૂસની સબાલેંકાએ `અંતિમ 16માં સ્થાન મેળવ્યું' હતું. તેણે બ્રિટનની એમા રાહુકાનુને 7-6, 8-6, 6-4થી પરાજય આપ્યો હતો. મહિલા સિંગલ્સમાં ઓસ્ટ્રેલિયાની ડારિયા કાસાન્કના સ્પેનની જેસિકા બૌનીસ મનેરો, સ્વિત્ઝર્લેન્ડની બોલિંડા બેનસિક, ડેનમાર્કની કલારા ટૌસોન અને રૂસની મારા એન્ડ્રિવાએ પણ `રાઉન્ડ ઓફ 16'માં જગ્યા મેળવી હતી. 

Panchang

dd