• સોમવાર, 07 જુલાઈ, 2025

ચોમાસામાં પાણીના નિકાલ માટે ગટરની ચેમ્બર ન ખોલવા કે તોડવા તાકીદ

ભુજ, તા. 6 : ભુજ નગરપાલિકાની ગટર શાખા દ્વારા ચોમાસાની કામગીરીના ભાગરૂપે કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી જેમાં નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, ડ્રેનેજ કમિટીના ચેરમેન ધર્મેશભાઇ ગોર દ્વારા ડ્રેનેજને લગતા પોતાના મંતવ્યો અપાયા હતા. ડ્રેનેજ ઇજનેરો વિવેક જોષી, મનદીપ સોલંકી તથા સુપરવાઇઝરો હાજર રહ્યા હતા. વરસાદી સિઝનને ધ્યાને લઇને ભુજ સુધરાઇ ખાતે ડ્રેનેજ શાખા દ્વારા આ બેઠક યોજાઇ હતી જેમાં હાલ જે ડ્રેનેજની મુખ્ય તેમજ આંતરિક લાઇનોમાંથી ગારા કાઢવાની કામગીરી ચાલુમાં છે જે વધુ ઝડપથી કરવાની સૂચના આપવામાં આવી હતી. ડ્રેનેજના તમામ વાહનો કાર્યરત રાખવાં તથા જે વાહનો રિપેરિંગમાં છે તે તાત્કાલિક ધોરણે રિપેર કરાવવાની સંબંધિત શાખાને સૂચના અપાઇ હતી. ચાલુ વરસાદ દરમ્યાન લોકો દ્વારા વરસાદી પાણીના તાત્કાલિક ધોરણે નિકાલ કરવા ડ્રેનેજના ઢાંકણા ખોલી કે ચેમ્બરો તોડી નાખતા હોઇ આજુબાજુનો કચરો ડ્રેનેજમાં જતાં ડ્રેનેજ લાઇન બ્લોક થાય છે અને ઢાંકણા ખુલ્લા રાખી દેતાં અકસ્માતનો ભય રહે છે. આ અંગે લોકોને ડ્રેનેજ ચેમ્બર તોડી કે ઢાંકણા ન ખોલવાની અપીલ કરવામાં આવી હતી અને આવું કરતાં જો કોઇ નગરપાલિકાને ધ્યાને આવશે તો તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવાયું હતું. ચોમાસા દરમ્યાન મેન્ટેનન્સની કામગીરી તાત્કાલિક ધોરણે કરવા કોન્ટ્રાક્ટરોને જણાવી વરસાદી પાણીના વહેણ ઉપર દબાણ હોય તેને દૂર કરવામાં નાગરિકોને સાથ-સહકાર આપવા અનુરોધ કરાયો હતો. 

Panchang

dd