• સોમવાર, 07 જુલાઈ, 2025

મુંદરામાં યોજાયેલી બોમ્બે મેટ્રિક્સ ચેમ્પિયન ક્રિકેટ ટ્રોફીમાં આશાપુરા-અંજાર વિજેતા

મુંદરાતા. 6 : રોટરી ક્લબ ઓફ-મુંદરા, રોટરેક્ટ ક્લબ ઓફ મુંદરા અને ઉત્સવ ગ્રુપ-મુંદરા દ્વારા 21 દિવસ સુધી ઓપન ઇન્ડિયા ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ હતી. આ ટૂર્નામેન્ટમાં સમગ્ર ગુજરાત અને કચ્છમાંથી કુલ 66 ટીમે ભાગ લીધો હતો.મુખ્ય સ્પોન્સર બોમ્બે મેટ્રિક્સના ઓનર નીપુલ કેનિયા, કો-સ્પોન્સર શ્રીરામ એન્ટરપ્રાઈઝના ઓનર સોનુ શર્મા, ટોવરના સ્પોન્સર શૈલેશ માલી, મેન ઓફ ધ મેચના સ્પોન્સર તરીકે  ક્રિશ્ના ગ્રુપ, ચોગ્ગા-છગ્ગાના સ્પોન્સર ડ્રીમ્સ મોબાઇલ્સ, વિકેટના સ્પોન્સર બુખારી લોજિસ્ટિક અને વાઇડ અને નો-બોલના સ્પોન્સર રૂદ્રાક્ષ ટર્મિનલ રહ્યા હતા. ફાઇનલ મેચ આશાપુરા-અંજાર અને ધ્રુવ એન્ટરપ્રાઇઝ વચ્ચે રમાઈ હતી, જેમાં આશાપુરા-અંજાર ટીમ વિજેતા થઈ હતી.વિજેતા આશાપુરા  ટીમને 2 લાખ રોકડ, ટ્રોફી અને રનર્સ-અપ ટીમને  65,000 રોકડ ટ્રોફી,મેન ઓફ ધ સિરીઝ જય સોનીને એચ.એફ. ડીલક્સ બાઇક ,બેસ્ટ બેટ્સમેન સાજીદ સમા અને બેસ્ટ બોલર શિવમ તોમરને 11,000નાં ઈનામ અપાયાં હતાં. ફાઇનલમાં સ્વાગત રોટે. બલદેવાસિંહ જાડેજા, આભારવિધિ રો.પરાગ કોટક અને  સંચાલનરોટે. શૈલેશ માલી દ્વારા કરવામાં આવ્યું હતું. 

Panchang

dd