ગાંધીધામ, તા. 6 : કચ્છમાં 40થી
50 વર્ષીય ઉંમરના લોકોમાં
હૃદયરોગ સંબંધી બીમારીનો આંક ઊંચકાયો છે. મોટાભાગના કેસોમાં બાયપાસ કરવાની સ્થિતિ
ઊભી થતી હોય છે. બદલાતી જતી લાઈફ સ્ટાઈલના કારણે આ સમસ્યા ઊભી થતી હોવાનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અને સીવીટીએસ
સર્જન ડો. ધીરેન શાહે મેરિંગો સિમ્સ હોસ્પિટલ-અમદાવાદ અને કે.કે. પટેલ હોસ્પિટલ-ભુજ તથા મારવાડી યુવા
મંચ (ગાંધીધામ)ના સંયુક્ત ઉપક્રમે ગાંધીધામમાં સુપર સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પમાં જણાવ્યું
હતું. છેવાડાના વિસ્તારમાં આવતા કચ્છ જિલ્લા
લોકો અદ્યતન આરોગ્યલક્ષી સુવિધાનો લાભ લઈ શકે તે માટે વિવિધ રોગોમાં નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓને તપાસવા
સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના
પ્રારંભમાં ઉપસ્થિત તબીબો અને સંસ્થાના અગ્રણીઓના
હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. વધુમાં
ડો. ધીરેન શાહે જણાવ્યું હતું કે, વિવિધ
રોગોની અનેક પ્રકારની સારવાર ઉપલબ્ધ છે,
આજે નાની વયના લોકોમાં હૃદયરોગનાં
લક્ષણો અંગે તેમણે ચિંતા વ્યક્ત કરી
હતી. તેમણે યુવાનોને આરોગ્ય અને તે માટેની સારવાર બંને બાબતે જાગૃતિ દાખવવી જરૂરી હોવાનું
જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મૂવમેન્ટ
ડિસઓર્ડર (કંપવા)ની પણ આધુનિક સારવાર ઉપલબ્ધ થઈ છે. અમદાવાદ સિમ્સ હોસ્પિટલ ખાતે હૃદયની
માફક મગજમાં પણ શત્રક્રિયા દ્વારા પેસમેકર બેસાડવામાં આવે છે. આ કેમ્પમાં સુપર સ્પેશિયાલિટીથી પણ સુપર તબીબોની ટીમે સેવા
આપી છે. આધુનિક સારવાર અંગે લોકોમાં જાગૃતિ આવે તે કેમ્પનો હેતુ હોવાનું તેમણે જણાવ્યું હતું. મારવાડી ભવન ખાતે યોજાયેલા કેમ્પમાં 100થી વધુ લાભાર્થીએ ભાગ લીધો
હતો. નિ:શુલ્ક આરોગ્ય કેમ્પમાં ડો. ધીરેન શાહ અને ડો. અમિત ચંદન (હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ
અને સીવીટીએસ સર્જન), ડો. ભાવેશ
પારેખ (મેડિકલ ઓન્કોલોજિસ્ટ), ડો. જયદત્ત ટેકાણી અને ડો. મીત
ઠક્કર (ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ), ડો. કૌમિલ પટેલ (હેમેટોલોજી
અને બી.એમ.ટી.), ડો. ઉર્વિશ શાહ અને ડો. રોનક જૈન (સર્જિકલ ઓન્કોલોજિસ્ટ),
ડો. સારવ શાહ (થોરાસિક ઓન્કો સર્જન), ડો. અજયાસિંહ
દેવડા (ઓર્થોપેડિક અને રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન), ડો.
વિપુલ ઠક્કર અને ડો. ઋગ્વેદ ઠક્કર (ક્રિટિકલ કેર), ડો. વિકાસ
પટેલ (લીવર ટ્રાન્સપ્લાન્ટેશન અને એચ.પી.બી.
સર્જન), ડો. હિતેશ દેસાઈ (નેફ્રોલોજિસ્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ
ફિઝિશિયન), ડો. કૌશિક દરજી (યુરોલોજિસ્ટ), ડો. અભિલાષ ચોક્સી (લેપ્રોસ્કોપિક જનરલ સર્જન) અને ડો. નીલેશ પટેલ (ક્રેનિયોફેશિયલ
સર્જન)એ વિશિષ્ટ સેવા આપી હતી. કેમ્પમાં દરમ્યાન બ્લડપ્રેશર ચેક, ડાયાબિટીસ અને બીએમટીની ચકાસણી વિનામૂલ્યે કરવામાં આવી હતી. સમગ્ર આયોજનને સફળ
બનાવવા મંચના સંસ્થાપક નંદલાલ ગોયલ, બાબુલાલ સિંધવી, પ્રમુખ મુકેશ સિંધવી, મંત્રી અનિલ સાલેચા, ખજાનચી પ્રવીણ ચૌધરી, પૂર્વ પ્રમુખ મુકેશ પારેખ, શૈલેન્દ્ર જૈન, પ્રીતેશ પારેખ, સંદીપ બાગરેચા, પ્રોજેક્ટ સચિવ બ્રિજમોહન ચૌધરી, કન્વીનર પવન ગોયલ,
મુકેશ ચૌધરી, પારસ જોયા, મુકેશ પારેખ, જિતેન્દ્ર જૈન, મહાવીર
પારેખ, ઓમપ્રકાશ સરિયાલા, કેવદારામ પટેલ,
સુધીર ગોયલ, શાંતિલાલ જાંગીડ સહિતનાએ સહકાર આપ્યો
હતો.