• સોમવાર, 07 જુલાઈ, 2025

આખલાનો આતંક...

ભચાઉના રામવાડી વિસ્તારમાં આખલાઓએ રીતસર આતંક મચાવ્યો હતો અને અનેક વાહનને નુકસાન પહોંચાડયું હતું તેમજ રામવાડીમાં રહેતા વેપારી કીર્તિભાઇ મોહનલાલ ઠક્કરને ગંભીર ઇજા પહોંચાડી હતી. તેમને તાત્કાલિક વાગડ વેલ્ફર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હોવાનું અમારા પ્રતિનિધિ મનસુખભાઈ ઠક્કરે જણાવ્યું હતું. ભચાઉ અને સમગ્ર જિલ્લામાં ખૂબ જ લાંબા સમયથી આખલાઓનો ત્રાસ વધતો જાય છે, છતાં કોઈ સત્તાધીશોની આંખ ઊઘડતી નથી. આ અંગે નગરપાલિકાના સત્તાધીશોને તાકીદે પગલાં ભરવા માટે ધ્યાન દોરવામાં આવ્યું છે તેમ ભચાઉ લોહાણા મહાજન ઉપપ્રમુખ ઈશ્વરલાલ એ. પૂજારાએ જણાવ્યું હતું. (તસવીર : કમલેશ ઠક્કર) - ભચાઉમાં રખડતા ઢોરના મામલે કલેક્ટરને ફરિયાદ : ભચાઉ, તા. 6 : ભચાઉના રામવાડી વિસ્તારમાં આખલાએ વૃદ્ધને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે રખડતા ઢોરના મામલે નગરપાલિકાએ કોઈ પગલાં ન ભરતા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી છે  ભચાઉમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે અનેક વખત રાજકીય તથા સામાજિક આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કાર્યવાહી ન થતા માર્ગો ઉપર અને રહેણાક વિસ્તારોમાં નંદીઓની લડાઈમાં બાળકો, યુવાઓ, મહિલાઓ અને વૃદ્ધને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી અને બે દિવસ પહેલાં જ આખલાએ કીર્તિભાઈ ઠક્કરને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી છે. તંત્ર આ મામલામાં નિષ્ફળ રહેતા નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન ભરતભાઈ છગનભાઈ ઠક્કરે જિલ્લા કલેકટરને પત્ર લખીને યોગ્ય પગલાં ભરવા માંગ કરી છે. 

Panchang

dd