દુબઈ, 6 (પીટીઆઈ) : સંયુક્ત આરબ અમીરાત
સરકારે નવા પ્રકારની ગોલ્ડન વિઝા યોજના શરૂ કરી છે,
જે કેટલીક શરતો સાથે નોમિનેશન આધારિત રહશે. જે યુએઈમાં મિલકત અથવા વ્યવસાયમાં
મોટી રકમનું રોકાણ કરવાની વર્તમાન પ્રથાથી વિપરીત છે. નવી નોમિનેશન આધારિત વિઝા નીતિ
હેઠળ ભારતીયો હવે 1,00,000 ધિરામ
(લગભગ 23.30 લાખ રૂપિયા)ની ફી ચૂકવીને યુએઈના
ગોલ્ડન વિઝા મેળવી શકે છે તેમ આ પ્રક્રિયામાં સામેલ લોકોએ જણાવ્યું હતું, ત્રણ મહિનામાં 5,000થી વધુ ભારતીયો આ નોમિનેશન-આધારિત
વિઝા માટે અરજી કરશે. આ વિઝાના પરીક્ષણના પ્રથમ તબક્કા માટે ભારત અને બાંગ્લાદેશની
પસંદગી કરવામાં આવી છે અને રાયદ ગ્રુપ નામની કન્સલ્ટન્સીને પ્રારંભિક ફોર્મના પરીક્ષણ
માટે પસંદ કરાઈ છે. રાયદ ગ્રુપના મે.ડિરેક્ટર રાયદ કમલ અયુબે જણાવ્યું હતું કે, ભારતીયો માટે યુએઈનો ગોલ્ડન વિઝા મેળવવાની આ
એક સુવર્ણ તક છે. જ્યારે પણ કોઈ અરજદાર આ ગોલ્ડન વિઝા માટે અરજી કરે છે, ત્યારે અમે પહેલાં તેમની પૃષ્ઠભૂમિ તપાસીશું, જેમાં મની
લોન્ડરિંગ વિરોધી અને ગુનાહિત ઈતિહાસની તપાસ તેમજ તેમના સોશિયલ મીડિયાનો સમાવેશ થશે.
અરજદારની પૃષ્ઠભૂમિ તપાસ દ્વારા યુએઈની બજાર અને વ્યવસાયિક પ્રવૃત્તિઓને કેવી રીતે
લાભ મળે તે માટે સંસ્કૃતિ, નાણાં, વેપાર,
વિજ્ઞાન, સ્ટાર્ટઅપ, વ્યાવસાયિક
સેવાઓ સહિતનો હેતુ રહેશે. નોંધનીય છે કે, અત્યાર સુધી,
ભારતમાંથી દુબઈનો ગોલ્ડન વિઝા મેળવવા ઓછામાં ઓછી બે મિલિયન ધિરામ (રૂા.
4.66 કરોડ) યેએઈમાં વ્યવસાયમાં મોટી
રકમનું રોકાણ કરવું પડતું હતું.