• સોમવાર, 07 જુલાઈ, 2025

રાપરના બુટલેગરની પાસા તળે અટક કરતી પોલીસ

ગાંધીધામ, તા. 6 : વાગડ પંથકના રાપરના બુટલેગરની પાસા તળે ધરપકડ કરી પોલીસે તેને જેલહવાલે કર્યો હતો. જિલ્લા કલેક્ટર દ્વારા અત્યાર સુધીમાં પૂર્વ કચ્છના નવ શખ્સના પાસાના હુકમ જારી કરવામાં આવ્યા છે. દરમ્યાન, આવા તત્ત્વો ઉપર કડક કાર્યવાહીના આદેશ બાદ પૂર્વ કચ્છ એલ.સી.બી.એ રાપર તકિયાવાસના મહેન્દ્રસિંહ ઉર્ફે નિકુલસિંહ બહાદૂરસિંહ વાઘેલાની પાસાની દરખાસ્ત કરી હતી. આ દરખાસ્ત જિલ્લા કલેક્ટરને મોકલાવતાં તેમણે લીલીઝંડી આપતાં પોલીસે આ શખ્સની અટક કરી હતી. આ શખ્સ સામે રાપર પોલીસ મથકે દારૂ સંબંધી ચાર ગુના નોંધાયેલા છે. તેની અટક બાદ તેને અમદાવાદની મધ્યસ્થ જેલ સાબરમતીમાં ધકેલી દેવામાં આવ્યો હતો. 

Panchang

dd