બર્મિંગહામ, તા. 5 : પહેલા
દાવમાં બેવડી સદી ફટકાર્યા બાદ યુવા ભારતીય કપ્તાન શુભમન ગિલે બીજી ઈનિંગ્સમાં પણ અફ્લાતૂન
સદી ફટકારીને કમાલ કરી હતી અને ભારતે ચોથા દિવસના અંતે વિજય તરફ કૂચ કરી છે. ભારતે
ગિલની સદી ઉપરાંત રવીન્દ્ર જાડેજા (69 અણનમ), રિષભ
પંત (61) અને કે. એલ. રાહુલ (પપ)ની અર્ધસદીની
મદદથી બીજો દાવ છ વિકેટે 427 રને ડિક્લેર
કર્યા બાદ ઈંગ્લેન્ડે 72 રનમાં ત્રણ
વિકેટ ગુમાવી દીધી હતી. ગૃહ ટીમને જીત માટે હજી 536 રનની જરૂર છે, ત્યારે શુભમનસેનાની જીતની આશા છે. હેરી બ્રૂક 1પ અને ઓલી પોપ 24 રને દાવમાં છે. આકાશદીપે જો
રૂટ (6) સહિત બે કિંમતી વિકેટ ઝડપી
હતી. ભારતીય ટીમે પોતાની બીજી ઈનિંગ્સ 6 વિકેટે 427 રન બનાવીને ઘોષિત કરી હતી અને ઈંગ્લેન્ડને મેચ જીતવા માટે ભારતે
608 રનનું લક્ષ્ય આપ્યું છે. ફરી
એક વખત શુભમન ગિલે પોતાની શાનદાર બેટિંગનું પ્રદર્શન કરીને સદી ફટકારી હતી. તેણે 162 બોલમાં તાડબતોડ 161 રન કર્યા હતા. તેણે 13 ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા
હતા. ગિલનો સાથ પંત અને રવીન્દ્ર જાડેજાએ અર્ધસદી કરીને આપ્યો હતો. ગિલ અને પંત તેમજ
રવીન્દ્ર જાડેજા અને ગિલ વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી, જેનાથી ભારતની પકડ મજબૂત બની હતી. લક્ષ્યનો
પીછો કરતાં ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી અને માત્ર 30ના કુલ સ્કોરે બે વિકેટ ગુમાવી દીધી હતી.
ભારતે પહેલી ઈનિંગ્સમાં શુભમન ગિલની બેવડી સદીની મદદથી 587 રનનો વિશાળ સ્કોર કર્યો હતો, જેના જવાબમાં ઈંગ્લેન્ડે હેરી બ્રૂક અને જેમી
સ્મિથની સદીની મદદથી 407 રન કર્યા
હતા. આમ ભારતને 180 રનની સરસાઈ
મળી હતી. બીજી મેચના ચોથા દિવસે કરુણ નાયર 26 રન કરીને આઉટ થયો હતો. લોકેશ રાહુલ 84 બોલમાં 55 રન કરી શક્યો હતો, જ્યારે રિષભ પંતે 65 રનની ઈનિંગ્સ રમી હતી. શુભમન
ગિલ 162 બોલમાં 161 રન કરીને આઉટ થયો હતો, જ્યારે નીતીશકુમાર એક જ રન કરી શક્યો હતો. રવીન્દ્ર
જાડેજા 118 બોલમાં 69 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
આ ઉપરાંત પંતે પણ મહત્ત્વનું યોગોદાન આપ્યું હતું. ગિલ અને પંત વચ્ચે ચોથી વિકેટ માટે 110 રનની ભાગીદારી થઈ હતી. ઈંગ્લેન્ડ
તરફથી બીજી ઈનિંગ્સમાં જોશ ટંગ અને શોએબ બસીરે બે-બે વિકેટ લીધી હતી. 608 રનનાં લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી ઈંગ્લેન્ડની ટીમની બીજી ઈનિંગ્સની
શરૂઆત સારી રહી નહોતી. ટીમે જેક ક્રાઉલીના રૂપમાં પહેલી વિકેટ ગુમાવી હતી. સિરાજે જેકને
પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. બાદમાં ઓપનિંગ બેટ્સમેન બેન ડકેટ 25 રન કરીને વિકેટ ગુમાવી બેઠો
હતો. ડકેટનો શિકાર આકાશદીપે ક્લીનબોલ્ડ કરીને કર્યો હતો.