ભારત અને જર્મનીએ દ્વિપક્ષીય સંબંધોની મજબૂતીના હવે વૈશ્વિક
મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કરવાનું આવકારદાયક વલણ લીધું છે. બન્ને દેશના ઐતિહાસિક સંબંધોમાં
હવે વેપાર અને ઉદ્યોગના સહકારનું આધુનિક પરિમાણ જોડાઇ ચૂક્યું છે. જર્મન વેપાર અંગે
એશિયા પેસેફિક દેશોના 18મા સંમેલનમાં ભાગ લેવા નવી દિલ્હી આવેલા જર્મનીના ચાન્સેલર
ઓલાફ શોલ્ઝે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિવિધ દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દે
વાટાઘાટો કરી હતી. જર્મન ચાન્સેલરે એશિયા પેસેફિક સંમેલનને સંબોધતી વેળાએ આંતરરાષ્ટ્રીય
નિયમોને આધારે સમાધાનની હિમાયત કરી હતી. ભારતીય વડાપ્રધાન સાથેની બેઠકમાં યુરોપિયન
સંઘ સાથે ભારતના મુક્ત વેપાર કરારમાં ઝડપ આણવાની તેમણે ખાસ ચર્ચા કરી હતી. આ દ્વિપક્ષીય
શિખર મંત્રણામાં વડાપ્રધાન મોદીએ યુક્રેનના જંગ અને મધ્યપૂર્વ એશિયાના સંઘર્ષના મુદ્દે
ચિંતા વ્યક્ત કરી હતી, તેમણે શાંતિ માટે તમામ
પ્રકારનો સહયોગ આપવાની તૈયારી પણ બતાવી હતી. આ મંત્રણામાં મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘની
સલામતી પરિષદ સહિતની તમામ વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની ત્વરીત આવશ્યક્તાનો મુદ્દો પણ
ઉઠાવ્યો હતો. સલામતી પરિષદમાં કાયમી સભ્યપદની માંગ સાથે રચાયેલાં ગ્રુપ ફોરમાં બ્રાઝીલ
અને જાપાન ઉપરાંત ભારત અને જર્મની પણ સભ્ય છે. ઉલ્લેખનીય છે કે, જર્મનીના ચાન્સેલર
બન્યા બાદ શોલ્ઝની આ ત્રીજી ભારત મુલાકાત હતી, જે બન્ને દેશના ગાઢ સંબંધોની પ્રતીતિ
કરાવે છે. હાલમાં ભારત અને જર્મની વચ્ચે સંરક્ષણ,
ઉચ્ચ ટેક્નોલોજી, ગ્રીન એનર્જી, માળખાકીય વિકાસ સહિતનાં ક્ષેત્રોમાં સહકાર વધી રહ્યો
છે. વળી, ભારતની બજારક્ષમતાઓને જર્મની ભારે મહત્ત્વ આપી રહ્યંy છે. જર્મની પોતાની ઉપરાંત યુરોપીયન સંઘના
દેશો માટે ભારત સાથેના વેપારી સંબંધોને વધુ ગાઢ બનાવવા ધ્યાન આપી રહ્યંy છે, તો ભારતને આ દેશોની ટેક્નોલોજી અને
આર્થિક રોકાણની આવશ્યક્તા છે. આ પરસ્પરની જરૂરતના અનુસંધાનમાં જર્મનીએ ફોકસ ઓન ઇન્ડિયાની
કાર્યયોજના પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ સંદર્ભમાં ભારત અને 27 દેશના યુરોપીયન
સંઘ વચ્ચે મુક્ત વેપાર કરાર ઝડપભેર થાય તે માટે જર્મની મહેનત કરી રહ્યંy છે. સાથોસાથ જર્મની બાહોશ ભારતીય નિષ્ણાતોને
પોતાને ત્યાં આમંત્રિત કરી રહ્યંy છે. ગયાં વર્ષે જર્મનીમાં કામ કરતા ભારતીયોની સંખ્યામાં
23,000નો વધારો નોંધાયો હતો. જર્મની યુરોપીયન સંઘમાં ભારતનું સૌથી મોટું ભાગીદાર છે.
ભારતે 2023માં જર્મનીમાંથી 16.7 અબજ ડોલરની આયાત અને 10 અબજ ડોલરની નિકાસ કરી હતી.
આ ઉપરાંત ભારતને જર્મનીમાંથી નોંધપાત્ર એવું રોકાણ પણ મળી રહ્યંy છે. 2023માં ભારતને જર્મની પાસેથી 50.5
અબજ ડોલર સીધું વિદેશી રોકાણ મળ્યું હતું. વડાપ્રધાન મોદીએ જર્મનીની કંપનીઓને ભારતમાં
રોકાણ વધારવા ખાસ આમંત્રણ આપ્યું છે. યુરોપીયન સંઘની રચના બાદ ભારત અને જર્મની વચ્ચે
સીધા વેપારી કરાર થઇ શકે તેમ નથી, પણ આ સંઘની સાથે ભારતના કરાર થાય તે માટે જર્મની
મથી રહ્યંy છે. બન્ને
દેશ બીજાં વિશ્વયુદ્ધ સમયથી ચાલી આવતી દોસ્તીને વધુ ને વધુ ગાઢ બનાવી રહ્યા છે. વૈશ્વિક
શાંતિ, વૈશ્વિક કલ્યાણ અને પરસ્પરના વેપારમાં બન્ને મિત્ર દેશ સાથે મળીને કામ કરી રહ્યા છે.