વિશ્વભરમાં રાજકીય આરોપોનું સ્તર દિવસોદિવસ બદતર થતું જાય છે.
ભારતના રાજનેતાઓ આવા આરોપોમાં સતત અગ્રેસર રહે છે. એકમેક સામે આક્ષેપો કરવાથી માંડીને
પોતાના પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષો સામે કોઇપણ હદે જવામાં જરાપણ ખચકાટ ન અનુભવતા રાજનેતાઓ
હવે અદાલતના ચુકાદામાં બખાળા કાઢીને ન્યાયતંત્રની ગરિમા સામે સવાલ કરતા થઇ ગયા છે.
તાજેતરમાં દિલ્હીની દારૂ નીતિના કેસમાં સર્વોચ્ચ અદાલતે તેલંગાણાના માજી મુખ્યમંત્રી કેસીઆરના પુત્રી કે. કવિતાને સર્વોચ્ચ
અદાલતે જામીન આપ્યા બાદ આ નિર્ણયને રાજકીય સોદો ગણાવતા કોંગ્રેસના નેતાના નિવદેનથી
ભારે ચકચાર જાગી છે. સર્વોચ્ચ અદાલતે પોતે આવા નિવેદન બદલ તેલંગાણાના કોંગ્રેસી મુખ્યમંત્રી
રેવંત રેડ્ડીની આકરી ઝાટકણી કાઢીને રાજનેતાઓને મર્યાદામાં રહેવાનો સ્પષ્ટ અને કડક સંદેશ
આપી દીધો છે. તેલંગાણાના માજી મુખ્યમંત્રી
કે. ચંદ્રશેખર રાવના પુત્રીના જામીનને ભાજપ અને ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) વચ્ચે
એક સોદા સમાન ગણાવતાં કોંગ્રેસી મુખ્યમંત્રીના આક્ષેપાત્મક નિવદેને ભારે સોપો પાડી દીધો છે. ગુરુવારે સર્વોચ્ચ અદાલતના મુખ્ય
ન્યાયાધીશ બીઆર ગવઇની બેંચે આ મામલાને ગંભીરતાથી લઇને રેવંત રેડ્ડીના વકીલ મુકુલ રોહતગીને
સવાલ કર્યો હતો કે રાજકીય લડાઇમાં ન્યાયતંત્રને લાવવું યોગ્ય નથી. તેમ રેવંત રેડ્ડીએ કરેલા નિવદેનને અખબારોમાં વાંચ્યું છે
ખરું ? ન્યાયાધીશે સ્પષ્ટ રીતે કહ્યંy કે, અદાલત નેતાઓને પૂછીને ચુકાદા આપતી નથી. આવા આક્ષેપોથી લોકોનાં મનમાં આશંકા જાગી શકે છે. આમ તો ગુરુવારે સર્વોચ્ચ અદાલતમાં 2015માં રોકડના બદલમાં મતના
ચર્ચાસ્ચદ કેસની સુનાવણી ચાલી રહી હતી. આ કેસમાં રેવંત રેડ્ડી પણ એક આરોપી છે. 201પમાં
રેડ્ડીની વિધાન પરિષદની ચૂંટણીમાં તેલુગુ દેશમ પાર્ટીના ઉમેદવાર માટે ટેકો મેળવવાના
બદલામાં 50 લાખની લાંચ આપવા બદલ ધરપકડ થઇ હતી. હવે તેઓ કોંગ્રેસના મુખ્યમંત્રી છે.
સર્વોચ્ચ અદાલતતે દિલ્હીની દારૂ નીતિના કેસમાં આરોપી કે. કવિતાને પાંચ મહિના સુધી જેલમાં
રહ્યા બાદ 28મી ઓગસ્ટે જામીન પર મુક્તિનો આદેશ આપ્યો હતો. આ આદેશમાં અદાલતે કોર્ટોને
મહિલાઓની તરફ સંવેદનશીલ રહેવાની સલાહ પણ આપી હતી. આમ તો અદાલત અગાઉ કહી ચૂકી છે કે તેના ચુકાદાની ટીકા સામે
તેને કોઇ વાંધો નથી, પણ સર્વોચ્ચ આદાલતના ચુકાદાની
પાછળની નિયત પર સવાલ કરવાનો પ્રયાસ ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે.
ખેરખર તો આવો વાંધાજનક આરોપ મૂકીને રેવંત રેડ્ડીએ
પોતે શરમ અનુભવવી જોઇએ. એક તરફ તેમની પોતાની સામે ભ્રષ્ટાચારના ગંભીર કેસમાં સર્વોચ્ચ
અદાલત સુનાવણી કરી રહી હોય ત્યારે અદાલત સામે
આવા આરોપ કોઇપણ હિસાબે યેગ્ય ગણી શકાય તેમ નથી.
હવે સર્વોચ્ચ અદાલતના ઠપકા બાદ તેમને અને તેમને અનુસરતા અન્ય રાજનેતાઓને નક્કર બોધપાઠ મળ્યો હોય
એવી આશા રાખવી જોઇએ. ભારતનું
ન્યાયતંત્ર દેશને હંમેશાં નવી દિશા અને માપદંડ આપતું રહ્યંy છે અને લોકોમાં તેની માટે અપાર માનની લાગણી
છે તેને જાળવી રાખવાનું રાજનેતઓએ સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂરત છે.