• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

અંગદાન માટેની સકારાત્મક પહેલ

અંગદાનને પ્રોત્સાહન આપવાના પ્રયાસોમાં ઓડિશા સરકારે પ્રશંસનીય પહેલ કરી છે. ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે એલાન કર્યું છે કે, હવે તેમના રાજ્યમાં અંગદાન કરનારાઓના અંતિમસંસ્કાર રાજકીય સન્માનથી કરવામાં આવશે. તેમણે એલાન તામિલનાડુ સરકારથી પ્રેરિત થઈને કર્યું છે. તામિલનાડુમાં ગયા સપ્ટેમ્બરમાં આવી જાહેરાત કરી હતી. આવાં પગલાંનું સ્વાગત કરવું જોઈએ, જેનાથી અંગદાન કરનારાના પરિજન સન્માન અને ગર્વ અનુભવી શકે. આજે તામિલનાડુનું અનુસરણ ઓડિશાએ કર્યું છે. આવતીકાલે અન્ય રાજ્યો પણ અનુસરે એવી અપેક્ષા છે. અંગદાન દ્વારા કોઈની જિંદગી બચાવી શકાય છે, સાથોસાથ ઇન્સાનની તકલીફ દૂર કરી જીવન સુગમ બનાવવાનું કામ પણ થાય છે, પરંતુ લોકોમાં અંગદાન પ્રતિ ખચકાટ શા માટે છે? અંગદાનને લઈને ગેરસમજ એવી રીતે ઘર કરી ગઈ છે કે, પરિણામે અંગદાન કરનારાની સરેરાશ સંખ્યા દસ લાખ લોકોમાંથી ફક્ત એક છે. એટલું નહીં, અંગદાનના જરૂરિયાતમંદોની સૂચિમાં દર આઠ મિનિટમાં એક વ્યક્તિ જોડાઈ રહી છે. શારીરિક અંગ પ્રાપ્તિની પ્રતીક્ષામાં રોજ મૃત્યુ પામનારાઓની સરેરાશ સંખ્યા 17 છે. ગયા વર્ષે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વિશ્વ અંગદાન દિવસ માટે સૂત્ર આપ્યું હતું કે, સ્વૈચ્છિકરૂપે અંગદાન માટે આગળ આવો અને અંગની આવશ્યકતાનું ખાલી સ્થાન ભરો. જો કે, સૂત્રને નબળો પ્રતિસાદ મળ્યો હતો. દેશમાં દર 10 લાખ વ્યક્તિદીઠ 0.86 લોકો અંગદાન કરે છે તો અમેરિકામાં આંક 31.96નો છે. દેશમાં દર વર્ષે 50,000 ચક્ષુદાન થાય છે, એની સામે બે લાખ ચક્ષુની જરૂર છે. દર વર્ષે પાંચ લાખ લોકોને વિવિધ અંગોની જરૂર હોય છે. ભારતમાં અંગદાનને પ્રોત્સાહન નહીં મળવાનાં કારણો પણ છૂપા નથી રહ્યાં. અહીં સામાન્ય રીતે બ્રેઇન ડેડ ઘોષિત થયા પછી પણ પરિવારના સભ્યો દર્દીનાં અંગદાન માટે ઉત્સુક નથી હોતા. સમજાવવા ઉપરાંત અંગદાનથી સંકળાયેલા માનવીય સંવેદનશીલ પાસાંથી વાકેફ કરાવ્યા છતાં તેઓ વાતનો સ્વીકાર નથી કરતા કે, અંગ કોઈ અન્યના શરીરમાં ધબકતું રહેશે, જીવંત રહેશે. રૂઢિઓમાં જકડાયેલા લોકોની માનસિકતા અંગદાનને આગળ વધારવામાં નડી રહી છે. જે લોકો અંગદાન જાગૃતિ અભિયાનમાં જોડાયેલા છે તેઓ હાર માનવા તૈયાર નથી. હાર માનવી પણ જોઈએ. વૈજ્ઞાનિકો સંશોધન પણ કરી રહ્યા છે કે, એક દિવસ આવશે જ્યારે દુનિયામાં શરીરનું પ્રત્યેક અંગ કૃત્રિમ રીતે ઉપલબ્ધ થશે, ત્યારે પ્રતીક્ષા અને પીડા સહન કરવાની મજબૂરી ખતમ થઈ જશે, પરંતુ ત્યાર સુધી આવા અંગના જરૂરિયાતમંદોના જીવન બચાવવા માટે ત્યાગની ભાવના આવશ્યક છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang