• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

11 વર્ષના ટાબરિયાએ ગોલ્ડ જીતી ચોંકાવ્યા

જાપાનના યુવા ખેલાડી યુકી કુરિહારાએ એશિયન ગેમ્સમાં ઈતિહાસ રચી દીધો છે. માત્ર 11 વર્ષની કુમળી વયે તેણે ઈ-સ્પોર્ટ્સ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને સમગ્ર રમતજગતને અચંબામાં મૂકી દીધું છે. આ ઐતિહાસિક સિદ્ધિ સાથે યુકી એશિયન ગેમ્સના મહાકુંભમાં સુવર્ણ ચંદ્રક જીતનાર સૌથી નાની વયનો એથ્લેટ બની ગયો છે. ઈ-સ્પોર્ટ્સની `પુયો પુયો ચેમ્પિયન્સ'ની ફાઇનલ મેચમાં યુકીનો સામનો દક્ષિણ કોરિયાના ખેલાડી કાંગ ડોંગશિન સામે થયો હતો. જેમાં યુકીએ 10-2 ના અંતરથી જીત મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ફાઈનલ પહેલા રમાયેલી સેમિફાઇનલ મેચમાં પણ યુકીનું પ્રદર્શન અત્યંત આક્રમક અને પ્રશંસનીય હતું. તેનો મુકાબલો થાઈલેન્ડના 28 વર્ષીય અનુભવી એથ્લેટ તનારક વોંગકિતિકુન સામે થયો હતો. આ મેચમાં પણ યુકીએ 10-1થી એકતરફી જીત હાંસલ કરી હતી.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd