ભુજ, તા.26 : ભુજમાં વકીલને મારી નાખવાની
ધમકી મળતાં રોષે ભરાયેલા ભુજ બાર એસો.ના ધારાશાત્રીઓએ પોલીસવડાને રજૂઆત કરતાં એસ.પી.એ
ફરિયાદ દાખલ કરવાની ખાતરી આપી હતી. ભુજના ધારાશાત્રી હાસમશા ઈસબશા શેખને ભરણપોષણના
કેસના ખાર રાખી અપહરણ અને મારી નાખવાની ધમકી અપાઈ હતી. આ મામલે બાર એસો. પ્રમુખ સચિન
ગોરની આગેવાનીમાં સિનિયર અને જુનિયર વકીલોએ એસ.પી. વિકાસ સુંડાને મળી રજૂઆત કરી હતી, જેના પગલે એસ.પી.એ તાત્કાલિક આરોપી વિરુદ્ધ
એફ.આઈ.આર. દાખલ કરવાનો આદેશ કર્યો હતો. અને વકીલોને વ્યવસાયિક ન્યાયિક કાર્ય દરમ્યાન
કોઈપણ શખ્સ તરફથી ધમકી અપાય તો, તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા
જણાવી રક્ષણની ખાતરી આપી હતી. રજૂઆત વખતે સહમંત્રી મેહુલ ગોસ્વામી, ભક્તિબેન ગોર, કારોબારી સભ્ય આનંદ જોષી, સભ્યો એમ.એ. ખોજા, એમ.આઈ. પઠાણ, અનિશ સુમરા, સંતોષસિંહ રાઠોડ, યજ્ઞેશ
શર્મા, અંકિત પૂજારા, વિપુલ કનૈયા,
ચિરાગ ઠાકર, શુક્રરાન એ. ઝરીવાલા વગેરે હાજર રહ્યા
હતા.