• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

મુંદરા : ગેરેજમાંથી બોલેરો ગાડીની ઊઠાંતરી

ભુજ, તા. 26 : મુંદરામાં ઓઈલ બદલવા તથા બ્રેક રિપેર કરવા ગેરેજમાં આપેલી બોલેરો પીકઅપ ગાડીની ઉઠાંતરી થયાની ઘટના સામે આવી છે. આ અંગે આજે મુંદરા પોલીસ મથકે, કાનજીભાઈ સવરાજભાઈ ટાપરિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની બોલેરો પીકઅપ ગાડી નં. જી.જે. 12 સીટી 3614 આશરે કિ. રૂા. પ.પ0 લાખવાળીના ઓઈલ બદલવા તથા બ્રેક બનવવા માટે તા. 17/9ના સાંજે મુંદરા શક્તિનગર બજાજ શો-રૂમની સામે આવેલી નદીમ મામદહુસેનની `વસીલા ગેરેજ'માં ફરિયાદના પિતાએ મૂકી હતી.  બીજા દિવસે ગાડી લેવા જતાં નદીમભાઈએ જણાવ્યું કે, તમારી ગાડી રાત્રે કામ કરીને ગેરજની બાજુમાં પાર્ક કરી છે, ત્યાં જોતાં ગાડી મળી ન હતી. આમ કોઈ ચોર ઈસમ ગાડી ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd