રાપર, તા. 26 : તાલુકાના નીલપર ગામની શૈક્ષણિક
સંસ્થામાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર મુખ્ય આરોપીને પોલીસે દબોચી લીધો છે. રાપર પી.આઈ.
જી.એલ. ખટાણાએ જણાવ્યું હતું કે, આરોપી
વિપુલ ભાનુ ગોહિલને આણંદના સોજીત્રાથી ઝડપી પાડવામાં આવ્યો છે. ચકચારી એવા આ બનાવમાં
આચાર્યે પરીક્ષામાં ઓછા માર્કસ આપવાનું કહીને સગીરા ઉપર દુષ્કર્મ આચાર્યું હતું. ગઈકાલે
આ બનાવ મામલે આચાર્ય સહિત ચાર જણ સામે ફરિયાદ નોંધાવાઈ હતી. રાપર પોલીસે એક ટીમ મોકલીને
મુખ્ય આરોપીને ઝડપી પાડયો હતો. રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.