• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

વર્ષમાં 43 હજાર બાળકી પર બળાત્કાર !

નવી દિલ્હી, તા. 26 : બિહારના જમુઈ-સમસ્તીપુરથી લઈને બાંકા સુધી, દિલ્હીના કાલકાજીથી ઓરિસ્સાના ધેનકનાલ સુધી મહિલાઓની સુરક્ષા મામલે જે ઘટનાઓ સામે આવી છે તેણે આખા દેશને હચમચાવ્યો છે. દેશમાં સતત બની રહેલી ઘટનાઓ બાદ આકરી કાર્યવાહીની માગણી થઈ રહી છે. બળાત્કારની ઘટનાઓએ મહિલાઓ અને બાળકીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલ ઉભા કર્યા છે. દિલ્હી, બિહાર અને ઓરિસ્સાની છેલ્લી ઘટનાઓ ભલે ગણી શકાય તેટલી હોય પણ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના સરકારી આંકડા બતાવે છે કે સ્થિતિ એટલી ભયાનક છે. એનસીઆરબીના આંકડા અનુસાર 2015માં પોલીસે 18 વર્ષથી ઓછી ઉંમરની પીડિતા બાળકીઓની ઘટના નોંધી હતી. જે સંખ્યા 2024માં 43,675 સુધી પહોંચી હતી.  એક દશકમાં બાળકીઓ ઉપર બળાત્કારની ઘટનાઓમાં ચાર ગણો વધારો થયો છે. એનસીઆરબી આંકડા અનુસાર સગીરાઓ સંબંધિત જે ઘટના સામે આવે છે તેમાં મોટાભાગના બનાવ બળાત્કારના હોય છે. 2020થી 2024 વચ્ચે 1.83 લાખ બળાત્કારના બનાવ નોંધાયા હતા. - પાંચ વર્ષમાં યૌન ઉત્પીડનના 97505 કેસ : પોક્સો હેઠળ ટ્રેક થનારા અપરાધમાં વધુ કેસ બળાત્કારના રહ્યા છે. બળાત્કાર બાદ સૌથી વધારે કેસ યૌન ઉત્પીડનના છે. 2020થી 2024ના પાંચ વર્ષના ગાળામાં યૌન ઉત્પીડનના 96,505 કેસ નોંધવામાં આવ્યા હતા જ્યારે યૌન ઉત્પીડન (છેડછાડ)ના 12,807 અને પોર્નોગ્રાફી માટે બાળકોના ઉપયોગના 2924 બનાવ સામે આવ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd