ભુજ, તા. 26 : ઇવેન્ટ મેનેજમેન્ટ, વેડિંગ પ્લાનિંગ અને એક્સપિરિય્નશિયલ,
માર્કેટિંગ ઉદ્યોગના `ઓસ્કાર' સમાન
ગણાતા પ્રતિષ્ઠિત એફ.એમ.એફ. ગ્લોબલ એ.સી.ઇ. કન્વેન્શન અને એવોર્ડસ 2026નું તાજેતરમાં નેપાળના કાઠમંડુ
ખાતે સમાપન થયું છે. આંતરરાષ્ટ્રીય મેગા ઇવેન્ટ વૈશ્વિક ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝ માટે શ્રેષ્ઠતાનાં
માપદંડો સ્થાપિત કર્યા છે, ત્યારે કચ્છના
ભુજ ખાતેની ઇવેન્ટ કંપનીના માલિક પિતા રણજિતભાઇ ઠક્કર અને પુત્ર જેકીભાઇ ઠક્કરને એવોર્ડ
એનાયત થયો હતો. નેપાળમાં પ્રથમ વખત આયોજિત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં સાત દેશના 550થી વધુ ડેલિગેટસે ભાગ લીધો
હતો. આ ગ્લેમર્સ એવોર્ડ સમારંભમાં ગુજરાતની ટોચની ઇવેન્ટ કંપનીઓમાં સ્થાન ધરાવતી ભુજની
ધ સ્માર્ટ કંપનીએ 2 ગોલ્ડ, 2 સિલ્વર તથા
1 બ્રોન્ઝ એવોર્ડ મળી કુલ 5 એવોર્ડ પોતાનાં નામે કર્યા હતા. સૌથી ગૌરવપૂર્ણ
ક્ષણ એ હતી, જ્યારે બેસ્ટ સંગીત ફંક્શન
ઓફ ધ યરનો પ્રતિષ્ઠિત ગોલ્ડ એવોર્ડ ધ સ્માર્ટ કંપનીને બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી
અને અભિનેતા શક્તિ કપૂરની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવ્યો હતો. 2004માં શરૂ કરેલા વ્યવસાય અંતર્ગત
વૈભવી લગ્નો, નવરાત્રિ, સામાજિક ઉત્સવોનાં અદ્યતન આયોજન સંભાળવામાં આવે છે.