• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

સમુદ્રમાં 1200 કિ.મી. પાછળ હટયું અમેરિકા

તેહરાન, તા. 26 : અમેરિકી નૌકાદળે છેલ્લા થોડાક દિવસમાં ઈરાનની આસપાસના સમુદ્રી વિસ્તારમાંથી પોતાનાં મોટા જહાજોને હટાવ્યાં છે. સેટેલાઇટ તસવીરોમાં સ્પષ્ટ થયું છે કે ઓમાની ખાડી અને અરબ સાગરમાં કોઈ અમેરિકી એરક્રાફ્ટ કેરિયર કે ડિસ્ટ્રોયર હાજર નથી. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ આ જહાજો વિસ્તારમાંથી ગાયબ થયાં છે. આ બદલાવનું કારણ ઈરાનની કાસિમ બસીર નામની બેલેસ્ટિક મિસાઇલ ગણાવવામાં આવે છે. ઈરાનનો દાવો છે કે આ મિસાઇલે પહેલી વખત સાચા ઘર્ષણમાં અમેરિકી જહાજો માટે મુશ્કેલી ઉભી કરી હતી. સેટકોમ એટલે કે અમેરિકી મધ્ય કમાને સ્વીકાર કર્યો હતો કે અમેરિકી જહાજ મિસાઇલ હુમલાની ચપેટમાં આવ્યું હતું. ઈરાનના કહેવા પ્રમાણે મિસાઇલે અમેરિકા માટે નરક જેવો માહોલ બનાવ્યો હતો. નાકાબંધી કાગળ ઉપર હજી છે પણ તેને લાગુ કરનારા જહાજો ખૂબ પાછળ હટી ગયા છે. કાસિમ બસીર મોટા યુદ્ધ જહાજને નિશાને લેનારી મિસાઈલ છે. જેની રેન્જ લગભગ 1200 કિમી બતાવવામાં આવે છે. મિસાઇલમાં થર્મલ અને ઓપ્ટિકલ સીકર લગાડયા હોવાનો ઉલ્લેખ છે. જે યુદ્ધ જહાજને શોધવામાં મદદ કરે છે. પહેલી વખત યુદ્ધમાં મિસાઇલના ઉપયોગનો દાવો થયા બાદ અમેરિકાએ પોતાનાં જહાજોની જગ્યા બદલી હતી. અમેરિકી યુએસએસ જોર્જ વોશિંગ્ટન યુએસએસ જોર્જ એચ ડબલ્યૂ બુશ, યુએસએસ ટ્રિપોલી અને અન્ય ડિસ્ટ્રોયર વિસ્તારમાંથી હટયા છે જ્યારે યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડ મધ્ય પૂર્વમાંથી પૂરી રીતે બહાર થયું છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd