• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

અંજાર સુધરાઈના સેવાસેતુમાં 143 અરજીઓનો નિકાલ

અંજાર, તા. 26 : નાગરીકોની વ્યકિતલક્ષી રજુઆતોનો કે જે રાજય સરકારની અમલવારી સાથે સંલગ્ન વિભાગોનાં સ્થાનિક તાલુકાનાં અઘિકારીઓ દ્વારા નિકાલ કરી શકાય તેમ હોઇ તે ઘ્યાને લઇ આવી રજુઆતોનો સ્થળ ઉ5ર જ ઉકેલ લાવી શકાય તે માટે વોર્ડ નં.1 થી 5 ના રહેવાસીઓ માટે `સેવાસેતુ` કાર્યક્રમ યોજાયો હતો. રાજયમંત્રી ત્રિકમભાઈ છાંગાના માર્ગદર્શન હેઠળ  નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડકાના અધ્યક્ષ સ્થાને આયોજીત કાર્યક્રમનું દિપ પ્રાગટય કરી કાર્યક્રમનો આરંભ કરાયો હતો. અધ્યક્ષ સ્થાનેથી પોતાનું વકતવ્ય આપતા નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકાએ જણાવ્યુ હતુ કે,  એક જ સ્થળે  રજુઆતો  ાઁ સાંભળી  તેનો ત્વરિત નિકાલ કરવામાં આવે છે. જેના કારણે શહેરીજનો અને અધિકારીઓ- કર્મચારીઓ વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઊભું થતું  હોવાની લાગણી વ્યકત કરી હતી. રાપર તાલુકા ભાજપ સહ પ્રભારી શ્રી વસંતભાઈ કોડરાણી,  શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ સોરઠીયા, શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસે 147 અરજીઓ પૈકી  143 અરજીઆનો ત્વરીત નિકા લ થયોહોઝત.      ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા, ભુજ તાલુકા ભાજપ સહપ્રભારીશ્રી ડેનીભાઈ શાહ,ગરપાલિકાના ઉપપ્રમુખ પરેશભાઈ માલસતર, કારોબારી ચેરમેન પ્રકાશભાઈ લોદરીયા, શાસકપક્ષના નેતા આશિષભાઈ ઉદવાણી,  ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરીયા અને ઇન્ચાર્જ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ નરસિંહભાઈ દાવાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ સહયોગી  બન્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd