• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

ચેક પરતમાં ભાગીદાર પેઢીના ચાર આરોપીને બે વર્ષની કેદ

ભુજ, તા. 26 : ચેક પરત ફરવાના કેસમાં ભાગીદાર પેઢીના ચાર આરોપીને કોર્ટે તકસીરવાન ઠેરવી બે વર્ષની સાદી કેદની સજા જાહેર કરી છે. આ કેસની વિગતો મુજબ દીપેશ નટવરલાલ મહેતા (રહે. ભુજ)ની ખાતા બાકી લેણી રકમ રૂા. 10 લાખ અંગે પરિશ્રમ એજન્સી (કે. ડી. મોટર્સ, મારુતિ શો રૂમની બાજુમાં, મિરજાપર રોડ, ભુજ)ની ભાગીદાર પેઢીએ આપેલા રૂા. 10 લાખના ચેકો પરત ફરતાં કેસ દાખલ કરાયો હતો, જેમાં ભાગીદારો કરશન ધનજી પારસિયા, રસીલાબેન કરશન પારસિયા, હિરેન કરશન પારસિયા અને કલ્પેશ રામજી પારસિયાને ભુજના બીજા અધિક સિનિયર સિવિલ જજ અને એડી. ચીફ જ્યુ. મેજિ.એ તકસીરવાન ઠેરવી બે વર્ષની સાદી કેદની સજા તથા રૂા. 10 લાખ દંડ અને દંડની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવા તથા જો આરોપી દંડ ભરવામાં કસૂર કરે, તો દરેકને વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. ફરિયાદી દીપેશ વતી ભુજના એડવોકેટ જિતેન્દ્ર મુલચંદ ઝવેરી હાજર રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd