• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

આજથી દુબઇમાં ટી-20 મહિલા એશિયા કપનો પ્રારંભ

દુબઇ, તા. 27 : મહિલા એશિયા કપ-2026 ટી-20 ટૂર્નામેન્ટનો શુક્રવારથી દુબઇમાં પ્રારંભ થશે. જેમાં ખિતાબની પ્રબળ દાવેદાર ભારતીય મહિલા ટીમ પાછલા સંસ્કરણની હારને ભુલીને આ વખતે એશિયા કપ કબજે કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. આ વખતે મહિલા એશિયા કપમાં 8 ટીમ ભાગ લઇ રહી છે. જેમાં ભારત, પાકિસ્તાન, હોંગકોંગ અને થાઇલેન્ડ ગ્રુપ-એમાં સામેલ છે. જયારે ગ્રુપ-બીમાં બાંગલાદેશ, શ્રીલંકા, યુએઇ અને ઇન્ડોનેશિયાની મહિલા ટીમ સામેલ છે. આ 8 ટીમ વચ્ચે કુલ 1પ મેચ રમાશે. બને ગ્રુપની બે-બે ટોચની ટીમ સેમિ ફાઇનલમાં પહોંચશે. ફાઇનલ મુકાબલો 13 સપ્ટેમ્બરે રમાશે.  મહિલા એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટ અત્યાર સુધી પાંચ વખત રમાઇ છે. જેમાં ભારતના નામે ત્રણ ખિતાબ છે અને બે વખત ઉપવિજેતા રહયું છે. હરમનપ્રિત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમે આ વર્ષે 16 ટી-20 મેચમાંથી 9માં હાર સહન કરી છે. આમ છતાં ટીમ ઘણી મજબૂત છે અને ખિતાબની પ્રબળ દાવેદાર છે. ટીમને જેમિમા રોડ્રિગ્સની ખોટ પડશે. તેના સ્થાને પહેલીવાર પ્રતિકા રાવલ ટી-20 ટીમમાં સામેલ થઇ છે. ભારતીય ટીમ તેના અભિયાનની શરૂઆત રવિવારે થાઇલેન્ડ વિરુદ્ધ મેદાનમાં ઉતરી કરશે. જ્યારે પાકિસ્તાન સામેનો પ્રતિક્ષિત લીગ મુકાબલો પ સપ્ટેમ્બરે રમાશે.

Panchang

dd