ભુજ, તા. 16 : અંડર-17 રગ્બી રમતની રાજ્યકક્ષાની સ્પર્ધા
જિલ્લા રમતગમત અધિકારી ગાંધીનગર દ્વારા 3, 4ના યોજાઇ હતી, જેમાં સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર ભુજ બહેનોની ટીમ સુંદર પ્રદર્શન સાથે
રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ સાથે પ્રથમ નંબરે વિજેતા થઇ હતી. પ્રશંસનીય પ્રદર્શન બદલ ખેલાડીઓને
ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી, સમસ્ત સંત મંડળ,
સાંખ્યયોગી મહંત સામબાઇ ફઇ સહ સમસ્ત સાંખ્યયોગી બહેનો, મંદિરનું ટ્રસ્ટી મંડળ, સંસ્થા પ્રમુખ રામજી વેકરિયા,
મંત્રી પ્રવીણ પિંડોરિયા, સંચાલક મંડળ,
સંસ્થાના આચાર્યા દક્ષાબેન પિંડોરિયા, કોચ રશ્મિતાબેન
વગેરેએ બિરદાવી હતી.