અંજાર, તા. 16 : કચ્છના સરકારી જમીનો પરના બિનઅધિકૃત બાંધકામ હટાવી સરકારી જમીનો
મુક્ત કરાવાય છે તે અંતર્ગત તાલુકાની વરસામેડી
સીમમાં પણ આવા દબાણો હટાવી 2800 ચો. મીટર
સરકારી જમીન ખાલી કરાવાઈ હતી. સમગ્ર જિલ્લામાં સરકારી જમીનો પરના દબાણો હટાવાઈ રહ્યા
છે. બીજી બાજુ પોલીસ દ્વારા અસામાજિક તત્ત્વોના દબાણો પણ દૂર કરાવાઈ રહ્યા છે, દરમ્યાન જિલ્લા કલેક્ટરના આદેશ બાદ પ્રાંત અધિકારી
શ્રી ચૌધરી અને મામલતદાર શ્રી ચાવડાના માર્ગદર્શન હેઠળ કચેરીના સર્કલ ઓફિસર દુધઈની
અધ્યક્ષતામાં આજે વરસામેડી સીમમાં આવેલા બિનઅધિકૃત બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા.
પોલીસ બંદોબસ્ત સાથે એક ટીમ વરસામેડી પહોંચી હતી, અહીં 2800 ચોરસ મીટર સરકારી જમીનમાં દેવા
જીવા રબારી અને જગા પચાણ રબારીએ બિનઅધિકૃત બાંધકામ કરી કોમર્શિયલ દુકાન, વાડા બનાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ બિનઅધિકૃત બાંધકામ તોડી સરકારી જમીન ખાલી કરાવાઈ
હોવાનું સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું.