નવી દિલ્હી, તા. 1પ : બે વખતની
ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુ અને દુનિયાનો 18મા ક્રમનો ખેલાડી લક્ષ્ય સેન ચીનમાં 27 એપ્રિલથી ચાર મે સુધી રમાનાર
સુદીરમન કપ ફાઇનલ્સમાં ભારતના પડકારની આગેવાની લેશે. વિશ્વ ક્રમાંકના આધારે ભારત આ
પ્રતિષ્ઠિત મિશ્રિત ટીમ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થયું છે. ભારતીય બેડમિન્ટન ટીમ
ગ્રુપ ડીમાં પૂર્વ ચેમ્પિયન ઇન્ડોનેશિયા, બે વખતના ઉપવિજેતા ડેનમાર્ક અને એક ઇંગ્લિશ ટીમ (જે હવે નક્કી થશે) સાથે છે.
ભારતની 14 ખેલાડીની ટીમમાં સાત્ત્વિક-ચિરાગની
જોડીએ ઇજામાંથી બહાર આવી વાપસી કરી છે. મહિલા ડબલ્સમાં ગાયત્રી ગોપીચંદ-ત્રિશા જોલી
ફિટનેસ સમસ્યાને લીધે ટીમમાં સામેલ નથી. મેન્સ સિંગલ્સમાં લક્ષ્ય સેન ઉપરાંત એચએસ પ્રણય
પણ હશે. મહિલા સિંગલ્સમાં પીવી સિંધુ અને 4પમા નંબરની ખેલાડી અનુપમા ઉપાધ્યાય છે. મિક્સડ ડબલ્સમાં તનીષા
ક્રાસ્ટો-ધ્રુવ કપિલા છે.