• બુધવાર, 30 એપ્રિલ, 2025

ભારતના બંગાળમાં બાંગલાદેશનું અસ્તિત્વ ?

ભારતના રાજ્ય-બંગાળમાં બાંગલાદેશનું અનુકરણ થઈ રહ્યું છે. મુર્શિદાબાદમાં હિન્દુઓ હિંસાચારનો ભોગ બની રહ્યા છે-મંદિરો અને દુકાનોની માલ-મિલકત લૂંટાઈ રહી છે. આ હિંસાચાર ને બર્બરતા સામે દેશભરમાં અવાજ ઊઠવાને બદલે રાજકીય પક્ષોના નેતાઓ તમાશો જોઈ રહ્યા છે. મુખ્ય પ્રધાન મમતા બેનરજીને મુસ્લિમ આતંક દેખાતો નથી, પણ ભાજપ અને આરએસએસના ષડયંત્રનું રાજકારણ દેખાઈ રહ્યું છે! એકમાત્ર યોગીએ હિન્દુઓ ઉપરના અત્યાચાર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે-પણ આજે સહાનુભૂતિની નહીં, સલામતીનાં પગલાંની જરૂર છે. કેન્દ્રીય સલામતી દળો તાત્કાલિક મોકલીને આખરે રાજ્ય સરકારને બરતરફ કરવાની જરૂર છે. મમતા બેનરજી અને એમની કોમવાદી ફોજ સામે સખત કાર્યવાહી થવી જોઈએ. બાંગલાદેશમાં સત્તાપલટો થયા પછી જાણે કયામત આવી છે ! હિન્દુ સામેની દુશ્મની બહાર આવી-હિન્દુસ્તાનના ભાગલા વખતે જે કત્લેઆમ થઈ હતી તે ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. ભારતીય સેનાના જવાનોએ પૂર્વ બંગાળના લોકોને પાકિસ્તાની સરમુખત્યારશાહીથી મુક્તિ અપાવી અને બાંગલાદેશનો જન્મ થયો. આ બલિદાન અને અહેસાનનો બદલો હિન્દુઓને મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ બહુમતીના મુર્શિદાબાદમાં બાંગલાદેશની જેમ હિન્દુઓ ઉપર હિંસક હુમલા થયા છે. વકફ કાયદામાં થયેલા સુધારા સામે આ વિરોધ છે. લોકતંત્રમાં વિરોધ કરી શકાય પણ હિંસાને સ્થાન નથી, હોય જ નહીં. વકફ સુધારા ગરીબ-વંચિત મુસ્લિમોના લાભ માટે છે, પણ સ્થાપિત હિતધારકોને પોતાનો ગરાસ લૂંટાઈ જવાની બીક છે. અન્ય રાજ્યોમાં વિરોધ છે જ્યારે બંગાળમાં હિંસક વિરોધ છે. મુર્શિદાબાદમાં 32 વર્ષની હિન્દુ મહિલા ખોળામાં બેઠેલી છ વર્ષની પુત્રીને છાતીસરસી ચાંપીને ધ્રુજી રહી છે. તેના પતિ અને શ્વસુરને નજર સામે મુસ્લિમ ટોળાંએ રહેંસી નાખ્યા. ત્રણ કલાક સુધી મૃતદેહો ઘરના આંગણામાં પડયા રહ્યા પણ રાજ્યની પોલીસને ફુરસદ નહોતી, પરવા પણ નહોતી! બીજી બાજુ તૃણમૂલ કોંગ્રેસના સંસદસભ્ય યુસુફ પઠાણ ઈન્સ્ટાગ્રામ ઉપર પોતાનો ફોટો બતાવે છે : નિરાંતે ચા ગટગટાવે છે. કહે છે, `બપોરની ચા પીવાની મજા આવે છે ! આસપાસ કેવી શાંતિ છે'! આ મહાશયને સ્મશાન શાંતિ પ્રિય છે! સમગ્ર વિસ્તારને સ્મશાન બનાવીને ખુશી વ્યક્ત કરે છે ! બહારમપુર વિસ્તારમાંથી પાંચ વખત ચૂંટાયેલા અધીરરંજન ચૌધરીને 2024માં હરાવીને યુસુફ પઠાણ ચૂંટાયા છે. એપ્રિલ-2024માં રામનવમી ઉત્સવ વખતે અને નવેમ્બરમાં ફરીથી કોમવાદી હુલ્લડ થયાં હતાં... મુખ્ય પ્રધાન મમતા બેનરજી કહે છે, અમે રાજ્યમાં વકફ સુધારાના કાનૂનનો અમલ કરનાર નથી છતાં હુલ્લડ કેમ થાય છે ? ભાજપ ઉશ્કેરાટ ફેલાવીને રાજ્ય વિધાનસભાની ચૂંટણી જીતવા માગે છે ! પોતાની કોમવાદીનીતિ અને રાજકારણને છાવરવા મમતા બહાનાં આગળ ધરે છે. આ રાજકારણ એમનું છે અને એમના કટ્ટર રાજકીય શત્રુ માર્ક્સવાદી પક્ષ પણ તમાશો જોવામાં માને છે : મમતા બદનામ થાય અને ભાજપને બદનામ કરે તો લાભ ત્રીજા પક્ષને મળશે? કોંગ્રેસ અને ડાબેરીઓના રાજકારણમાં નિર્દોષ, ગરીબ હિન્દુ પરિવારો હોમાઈ રહ્યા છે. વિપક્ષી રાજ્યોમાં બંગાળ અને મમતા બેનરજી સૌથી વધુ બદનામ છે. ભ્રષ્ટાચારમાં નાણાંના ઢગલા પકડાયા છે. શિક્ષકોની ભરતીનાં કૌભાંડ પ્રકાશમાં આવ્યાં પછી સુપ્રીમ કોર્ટે 25 હજારથી વધુ શિક્ષક અને કર્મચારીઓની ભરતી રદ કરી છે. હવે મુખ્ય પ્રધાન કહે છે, જેમની નિમણૂક કાયદેસર થઈ હતી એમને પગાર ચૂકવાશે! આવા કૌભાંડના વમળમાં ફસાયેલા તૃણમૂલ પક્ષને બચાવવા હિન્દુઓનો ભોગ લેવાઈ રહ્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd