• શનિવાર, 19 એપ્રિલ, 2025

આરબ-ભારત સહકાર

દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાને દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન બંને દેશ વચ્ચેના સંબંધોમાં મજબૂતાઈ પર ભાર મૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત પછી જણાવ્યું કે, શેખ હમદાનની મુલાકાત યાત્રાએ ભારત અને સંયુક્ત આરબ અમિરાતની વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સહયોગને વેગ આપ્યો છે. આરબ દેશો સાથે ભારતના સતત સુધરતા સંબંધ દુનિયા માટે મહત્ત્વ ધરાવે છે. શેખ હમદાનની ભારત સાથેની આ પ્રથમ અધિકૃત મુલાકાત છે. ફક્ત 32 વર્ષના શેખ હમદાન નવી પેઢીના આરબ નેતા છે. સંયુક્ત આરબ અમિરાતની યુવાપેઢીએ ખુશનુમા અને સહિષ્ણુ દેશને ઝડપથી બદલાતો જોયો છે. શેખ હમદાન જેવા આરબ નેતાને એની જાણ છે કે, આધુનિક બનતી દુનિયાની સાથે કેવી રીતે કદમતાલ કરવાના છે. આ પેઢી ઉદાર અને ઉદારમતવાદી પણ છે, એટલે જ આરબ અમિરાત વિકાસની સંભાવનાઓથી ભરપૂર એક રાષ્ટ્ર તરીકે સન્માનિત થાય છે. સંયુક્ત આરબ અમિરાત દુનિયામાં એક એવું સ્થળ છે, પરસ્પર લડતા દેશ પણ આરબ અમિરાત પહોંચીને ઉકેલ શોધી શકે છે. યુદ્ધ વિરામ અને નિરાકરણની વાટાઘાટ પણ અહીં થાય છે. હાલમાં જ આયોજિત ચેમ્પિયન ટ્રોફીની વાત કરીએ, તો ભારતે પોતાની બધી મેચો યુએઈમાં જ રમી હતી, ત્યાં સુધી કે ત્યાં રમીને ફાઈનલ મેચ અને વર્લ્ડ કપ પણ જીત્યો હતો. આરબ દુનિયામાં એક અલગ પ્રકારનો `સમાવેશી મંચ' યુએઈ ઉપલબ્ધ છે. તમામ પ્રકારની આધુનિક સુવિધાઓથી સજ્જ આ દેશ આજે સ્વપ્નનો દેશ છે. આ દેશને વધુ આકર્ષક બનાવવાનું કામ યુવરાજ શેખ હમદાન જેવા નેતા કરી રહ્યા છે. આરબ દેશોએ જ્યારે પણ ભારત સાથે કોઈ પણ પ્રકારનો સહયોગ માગ્યો છે, ત્યારે ભારત પાછું નથી પડયું. યુએઈમાં ભારતીઓને અનુકૂળ માહોલ છે અને આજે લગભગ 43 લાખ ભારતીય ત્યાં રહે છે. આવામાં જો ભારતના વિદેશ વિભાગે શહજાદા શેખ હમદાનની મુલાકાતને ભારત-યુએઈ સંબંધોને મજબૂત કરવામાં ઐતિહાસિક લેખાવી તે સ્વાભાવિક છે. ભારતનું મુખ્ય લક્ષ્ય છે યુએઈથી રોકાણ આમંત્રિત કરવું. વિત્ત, ટેક્નોલોજી અને અર્થતંત્રમાં સ્થિરતા માટે બંને દેશ વચ્ચે સંબંધો મજબૂત હોવા ખૂબ આવશ્યક છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd