માતાનામઢ, તા. 16 : નવ નિર્માણ પામનાર માતાનામઢથી
કોટડા મઢનાં માર્ગનો વિરોધનો સુર બન્યો છે. ચાર વર્ષ અગાઉ આ રસ્તાના ડાયવર્ઝન બનાવી
તેની નીચે ધરબાયેલો લિગ્નાઇટનો જથ્થો કાઢવામાં આવી રહ્યો છે. આ લિગ્નાઇટનો જથ્થો સંપૂર્ણ
નીકળ્યા બાદ જીએમડીસી દ્વારા જૂનો માર્ગ પાછો બનાવવામાં આવશે. તેવી ખાતરી નહીં પાડી
હોવા સામે નારાજગી વ્યક્ત થઇ હતી. રસ્તાની હવે દિશા બદલી નખાતાં નવો રસ્તો ખૂબ જ જોખમી
આંટી ઘુંટીવાળો બની રહ્યો છે. જુનો મારગ મઢથી કોટડાનો સાત કિ..મી.નો હતો તેને બદલે
નવી સડક નવ કિ..મી. બનશે ડેમણાની સીમમાં ખેડૂતોને ખૂબ જ ફેરો પડશે. તેવું ખેડૂતો જણાવીને
વિરોધ વ્યક્ત કર્યો હતો. માતાનામઢ, કોટડામઢ તેમજ ભાડરા, જુણાસીયા સહિતના ગ્રામજનોથી વિરોધ
કરી. આ કામ બંધ કરી, જે જુનો રસ્તો હતો, તે બનાવવા માંગ કરી હતી. મઢનાં પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, કોટડા સરપંચ આધમ રાયમાં, ભાડરા સરપંચ મયુરસિંહ જાડેજા, કનુભા સોઢા, ઇબ્રાહીમ પડયાર, પંકજ ભાનુશાલી સહિત 50થી વધુ લોકોએ દયાપર મામલતદાર આર. એન્ડ બી.
પંચાયત, જીએમડીસી, વિભાગ સહિતના
મહેકમને પત્ર લખી જુનો માર્ગ પુન: બને. તેવી માંગ કરી હતી. તાલુકા પંચાયતનાં સભ્ય કરીમાબેનએ
રાયમા, કચ્છ કલેકટરને પત્ર લખી નવા માર્ગનું કામ બંધ કરી જુનો
માર્ગ હતો તે માર્ગ બનાવવા અનુરોધ કર્યો હતો. જો આવું કરવામાં નહિં આવે તો ન્યાય માટે
હાઇકોર્ટમાં પીએલઆઇ દાખલ કરવાની ચીમકી અપાઇ હતી.