• શનિવાર, 19 એપ્રિલ, 2025

ટ્રમ્પનો ચીન પર વધુ 100 ટકા ટેરિફ

વોશિંગ્ટન, તા. 16 : અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ યુદ્ધ વધુ આગળ વધતું જાય છે. જગત જમાદારે ડ્રેગન પર વધુ 100 ટકા ટેરિફ લાગુ કર્યો છે. આમ, ચીનના અમેરિકા જતા સામાન પર કુલ ટેરિફ 245 ટકા થઈ ગયો છે. ટ્રમ્પ પ્રશાસનના આ ફેંસલાની પ્રતિક્રિયામાં ચીને કહ્યું હતું કે, અમે અમેરિકા સાથે વેપાર યુદ્ધ કરવાથી ડરતા નથી. અમેરિકાએ વાતચીત કરવી જોઈએ. ચીનનાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને જણાવ્યું હતું કે, અમેરિકા સંવાદ કરીને જ કોઈ પણ મુદ્દાનું સમાધાન ઈચ્છતું હોય તો આવી રીતે દબાણ કરવા કે ડરાવવાનું બંધ કરવું જોઈએ. ટેરિફ યુદ્ધ અમેરિકાએ શરૂ કર્યું છે, અમે નહીં, અમે માત્ર અમેરિકાના પગલાંનો જવાબ આપીએ છીએ, તેવું જિયાને ઉમેર્યું હતું. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, અમારા પગલાં સંપૂર્ણપણે તર્કસંગત, કાનૂની છે. અમારા દેશના અધિકારી અને આંતરરાષ્ટીય વ્યાપારમાં પ્રામાણિકતાના પ્રયાસો છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd