• શનિવાર, 19 એપ્રિલ, 2025

ભુજથી દિલ્હી જતા વિમાનની ઉડાન રદ્ થતા પ્રવાસીઓ રખડી પડયા

ભુજ, તા. 16 : છેલ્લા કેટલાક સમયથી છાસવારે અનિયમિત રહેતી દિલ્હી-ભુજની વિમાની સેવામાં આજે દિલ્હીથી ભુજ આવ્યા બાદ વિમાન પરત દિલ્હી જવા ઉડાન ભરે તે પહેલાં યાંત્રિક ખામી સર્જાતા આ દિલ્હીની વિમાની સેવા રદ્ થતા રાતે પ્રવાસીઓ રખડી પડયા હતા. આ અંગે એરપોર્ટ ડાયરેક્ટર નવીન સાગરનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, આજે દિલ્હીથી ભુજ વિમાન આવ્યા બાદ પાયલોટે જણાવ્યું હતું કે, વિમાનમાં યાંત્રિક ખામી છે, જેથી ઉડાન ભરી શકાશે નહીં. આથી ભુજ-દિલ્હી વિમાની સેવા રદ્ કરાઇ હતી. બહારથી આવેલા પ્રવાસીઓની સુવિધા એરલાઇન્સ આપશે. આ ઉપરાંત આમાં અમુક પ્રવાસીને કાલે મુંબઇની ફ્લાઇટમાં બેસાડી વાયા મુંબઇથી દિલ્હી પહોંચાડાશે. બીજી તરફ રાતે અચાનક ફ્લાઇટ રદ્ થતાં પ્રવાસીઓ રખડી પડયાનો  બળાપો દર્શાવ્યો હતો. ભુજથી દિલ્હી વિમાની સેવા શરૂ કરવા પાછળનો મુખ્ય આશય દિલ્હીથી ઉડાન ભરતી આંતરરાષ્ટ્રીય વિમાની સેવાની કનેકટીવીટીનો હતો, પરંતુ આ રીતે  છાસવારે સમયની અનિયમિતતા ઉપરાંત આજનો  રદ્ થવા જેવા બનાવો વધશે તો  આ સેવા પ્રત્યે પ્રવાસીઓ દૂર ભાગશે અને પ્રવાસીઓ ન મળવાથી મહામહેનતે મળેલી આ વિમાની સેવા બંધ થશે તેવી ભીતિ પણ સંબંધિતોએ વ્યકત કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd