• બુધવાર, 12 માર્ચ, 2025

ધુણઇ પ્રીમિયર લીગ-11માં ચાંદ ઇલેવન ટીમ ચેમ્પિયન

ધુણઇ, તા. 16 : ધુણઇ સ્પોર્ટસ ક્લબ દ્વારા ધુણઇ પ્રીમિયર લીગ સિઝન 11નું આયોજન કરાયું હતું. જેમાં ગામની 4 ટીમે ભાગ લીધો હતો. અંતિમ જંગ ચાંદ ઇલેવન વિ. બાપા સીતારામ ઇલેવન વચ્ચે ખેલાયો હતો, જેમાં ચાંદ ઇલેવન જીતી હતી. બેટ્સ બેટ્સમેન મામદ ખલીફા તથા બેસ્ટ બોલર વિક્રમસિંહ ચૌહાણ, બેસ્ટ ફિલ્ડર દેસલજી ચાવડા અને મેન ઓફ ધ સિરીઝ જય ભાનુશાલી રહ્યા હતા. વિજેતા ટ્રોફીના મુખ્ય દાતા સ્વ. જ્યોતિબા બલુભા ચાવડાની સ્મૃતિમાં હસ્તે બલુભા ચાવડા રહ્યા હતા. ગામના જાદવજી ગજરા, શેરૂભા ચૌહાણ, અબ્દુલ ખલીફા, રામસંગજી ચાવડા, હિતેશ ગઢવી, ભરત જોષી, અનવર ખલીફા, અદ્રેમાન સુમરા, રમજાન ખલીફા વિવિધ ઇનામોના દાતા તેમજ પ્રોત્સાહક બન્યા હતા. દયારામ અબોટી, ચંદ્રસિંહ ચાવડા, છોટુભા ચૌહાણ, હેમુભા ચાવડા, કિશોરસિંહ રાઠોડ, કાસમ ખલીફા, જેન્તી કટારિયા, રામભા ચૌહાણ, દિલીપસિંહ જાડેજા, સુલેમાન ખલીફા, ભાવેશ ગુંસાઇ, યોગેશ ગુંસાઇ, મિતેશદાન ગઢવી, પ્રજ્ઞેશદાન ગઢવી વગેરે અગ્રણીઓ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. સ્કોરરની ભૂમિકામાં  સુરજસિંહ ચાવડા અને અરમાન ખલીફા રહ્યા હતા. વ્યવસ્થા દીક્ષિત જોષી અને મામદ ખલીફાએ સંભાળી હતી. સંચાલન ભાવસંગજી ચૌહાણએ સંભાળ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd