નવી દિલ્હી, તા.15 : ભારત અને
શ્રીલંકા વચ્ચે ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું ફરી આયોજન કરાયું છે જેમાં ભારતીય ટીમનો
સુકાની સચીન તેંડુલકર અને શ્રીલંકા ટીમનો સુકાની કુમાર સંગકારા રહેશે. રર ફેબ્રુઆરી
અને 16 માર્ચ વચ્ચે મુંબઈ, વડોદરા અને રાયપુરમાં આ ટૂર્નામેન્ટનું આયોજન
કરાયું છે. ભારતીય માસ્ટર્સ ટીમમાં યુવરાજ સિંહ, સુરેશ રૈના,
ઈરફાન ,પઠાણ તથા અંબાતી રાયડૂ, બિન્ની, કુલકર્ણી, વિનય કુમાર,
નદીમ, રાહુલ શર્મા, ઓઝા,
નેગી, ગુરકીરત માન, મિથુના
જેવા ખેલાડીઓનો સમાવેશ કરાયો છે. લીગ માટે ટીમની જાહેરાત વખતે ઈરફાન પઠાણે કહ્યું કે
આ ટૂર્નામેન્ટ ક્રિકેટના સુવર્ણ યુગને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.